જમ્મુ-કાશ્મીરના આરએસ પુરા સેક્ટરમાં રાત્રે થયેલા ગોળીબાર અને તોપમારામાં ઘાયલ થયેલો જમ્મુ-કાશ્મીર લાઇટ ઇન્ફન્ટ્રીનો ૨૫ વર્ષનો રાઇફલમૅન સુનીલ કુમાર શહીદ થયો.
ભારતે તોડી પાડેલા પાકિસ્તાનના ડ્રોનને ગઈ કાલે નવી દિલ્હીના નૅશનલ મીડિયા સેન્ટરમાં પ્રદર્શિત કરવામાં આવ્યું હતું.
પાકિસ્તાની સેનાએ શનિવારે ગોળીબાર કર્યો અને ડ્રોનથી હુમલા કર્યા એમાં ભારતીય સેનાના ત્રણ જવાન અને ભારતીય વાયુસેના (IAF)ના એક સૂબેદાર મેજર પણ શહીદ થયા છે. આ ઉપરાંત બૉર્ડર સિક્યૉરિટી ફોર્સ (BSF)ના સાત સૈનિકો ઘાયલ થયા હતા.
- હિમાચલ પ્રદેશના સૂબેદાર મેજર પવન કુમાર જમ્મુ-કાશ્મીરના પૂંછના કૃષ્ણા ઘાટી સેક્ટરમાં તહેનાત હતા. શનિવારે સવારે તેમની પોસ્ટ પાસે તોપનો એક ગોળો ફૂટ્યો અને તેઓ શહીદ થયા.
- જમ્મુ-કાશ્મીરના આરએસ પુરા સેક્ટરમાં રાત્રે થયેલા ગોળીબાર અને તોપમારામાં ઘાયલ થયેલો જમ્મુ-કાશ્મીર લાઇટ ઇન્ફન્ટ્રીનો ૨૫ વર્ષનો રાઇફલમૅન સુનીલ કુમાર શહીદ થયો.
- IAFમાં મેડિકલ અસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવતા રાજસ્થાનના ઝુંઝુનૂંના ૩૬ વર્ષના સાર્જન્ટ સુરેન્દ્રકુમાર મોગા શહીદ થયા છે. તેઓ જમ્મુ-કાશ્મીરના ઉધમપુરમાં તહેનાત હતા. પાકિસ્તાની સેનાના હુમલામાં તેમણે જીવ ગુમાવ્યો હતો.
- આરએસ પુરા સેક્ટરમાં આંતરરાષ્ટ્રીય સરહદ પર પાકિસ્તાની સેના દ્વારા કરવામાં આવેલા ભારે ગોળીબારમાં સબ-ઇન્સ્પેક્ટર મોહમ્મદ ઇમ્તિયાઝ શહીદ થયા હતા. એક અધિકારીએ જણાવ્યું હતું કે તેઓ સાત અન્ય લોકો સાથે ઘાયલ થયા હતા. જોકે સારવાર દરમ્યાન ઇમ્તિયાઝનું મૃત્યુ થયું હતું, જ્યારે બાકીના તમામ જવાનો સ્વસ્થ છે.
ADVERTISEMENT
ભારતની સ્પષ્ટ વાત, કાશ્મીરમુદ્દે ત્રીજા કોઈ પક્ષની મધ્યસ્થતા માટે તૈયાર નહીં
ભારત અને પાકિસ્તાન વચ્ચે હાલમાં સંઘર્ષ વિરામ છે અને કૂટનીતિક ચર્ચાઓનો દોર ચાલે છે. અમેરિકાના પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પે કાશ્મીરમુદ્દે મધ્યસ્થતાની વાત કરી છે જેને પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફે સ્વીકારી છે, પણ ભારતે મધ્યસ્થતાના પ્રસ્તાવને ફગાવી દીધો છે. સૂત્રોએ આપેલી જાણકારી મુજબ ભારતે સ્પષ્ટ કર્યું છે કે ‘કાશ્મીરમુદ્દે અમારું વલણ સ્પષ્ટ છે. આ મુદ્દે ત્રીજા પક્ષની દખલ અમને જોઈતી નથી. જો પાકિસ્તાન આતંકવાદીઓને સોંપવા તૈયાર હોય તો વાતચીતના દરવાજા ખુલ્લા છે. ભારત માત્ર પાકિસ્તાને પચાવી પાડેલા કાશ્મીરને ભારતને પાછા સોંપવાના મુદ્દે ચર્ચા કરવા તૈયાર છે.’

