યુદ્ધવિરામ બાદ BJPના રાષ્ટ્રીય પ્રવક્તા પ્રદીપ ભંડારીએ કહ્યું
પ્રદીપ ભંડારી
ભારતીય જનતા પાર્ટી (BJP)એ રવિવારે વડા પ્રધાનને લઈને એક નિવેદન આપ્યું હતું જેમાં કહેવામાં આવ્યું છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નિર્ણાયક નેતૃત્વ હેઠળ ભારતે પાકિસ્તાન સાથેના સંબંધોના નિયમો ફરીથી લખ્યા છે. ચાર દિવસથી ચાલી રહેલા સરહદપારના ડ્રોન અને મિસાઇલ હુમલાઓ બાદ ભારત અને પાકિસ્તાને શનિવારે જમીન, હવા અને સમુદ્ર પર તમામ ગોળીબાર અને લશ્કરી કાર્યવાહી તાત્કાલિક અસરથી બંધ કરવા માટે કરાર કર્યા બાદ પાર્ટીની આ ટિપ્પણી આવી છે.
સોશ્યલ મીડિયા ઍક્સ પરની એક પોસ્ટમાં BJPના રાષ્ટ્રીય પ્રવક્તા પ્રદીપ ભંડારીએ કહ્યું કે ‘વિનાશક નુકસાન સહન કર્યા પછી પાકિસ્તાને સમાધાનની માગણી કરી છે માત્ર ૭૨ કલાકમાં. વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નિર્ણાયક નેતૃત્વ હેઠળ ભારતે પાકિસ્તાન સાથેના સંબંધોના નિયમો ફરીથી લખ્યા છે. ભારતે પાકિસ્તાનની પરમાણુ બૉમ્બની ધમકીઓનો જવાબ આપ્યો છે. ભારતે પાકિસ્તાનને રાજદ્વારી રીતે અલગ કરી દીધું છે જેના કારણે વૈશ્વિક મંચ પર એના આતંકવાદી વાતાવરણનો પર્દાફાશ થયો છે. એક એવા યુગમાં જ્યારે રશિયા-યુક્રેનથી લઈને અમેરિકા-તાલિબાન સુધીનાં યુદ્ધો વ્યુહાત્મક લક્ષ્યો પ્રાપ્ત કરવામાં નિષ્ફળ ગયાં છે ત્યારે વડા પ્રધાન મોદીના નેતૃત્વમાં ભારતે ચાણક્યનીતિ અપનાવી છે.’
ADVERTISEMENT
પાણી બંધ વચ્ચે પાણી છોડ્યું

ભારતે પહલગામમાં પાકિસ્તાનપ્રેરિત આતંકવાદી હુમલાના વિરોધમાં નદીઓમાંથી પાકિસ્તાનમાં જતા પાણીને રોકી દીધું છે ત્યારે ચેનાબ નદી પરના સલાલ ડૅમમાંથી ગઈ કાલે ભારતે પાણી છોડ્યું હતું.


