Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > ભારતમાં હિન્દી બાદ સૌથી વધુ બોલાતી ભાષાઓમાં બંગાળી, મરાઠી, તેલુગુ અને તામિલનો સમાવેશ

ભારતમાં હિન્દી બાદ સૌથી વધુ બોલાતી ભાષાઓમાં બંગાળી, મરાઠી, તેલુગુ અને તામિલનો સમાવેશ

Published : 29 April, 2026 09:22 AM | IST | New Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

૫.૫૪ કરોડ લોકો બોલે છે ગુજરાતી

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

પ્રતીકાત્મક ફાઇલ તસવીર


ભારતમાં હિન્દી બાદ સૌથી વધુ બોલાતી ભાષાઓમાં બંગાળી, મરાઠી, તેલુગુ અને તામિલનો સમાવેશ છે. ૨૦૧૧ની વસ્તીગણતરી મુજબ હિન્દી ભારતમાં સૌથી વધુ બોલાતી ભાષા છે જેમાં ૫૨.૮૩ કરોડ લોકો હિન્દી બોલે છે. આમ ભારતની એ સમયની વસ્તીનો ૪૩.૬૩ ટકા હિસ્સો હિન્દી બોલે છે. ૨૦૨૭માં થનારી વસ્તીગણતરી નવો ડેટા પ્રદાન કરશે.

બીજા નંબરે બંગાળી ભાષા છે અને ૯.૭૨ કરોડ લોકો (૮.૦૩ ટકા) બંગાળી બોલે છે. બંગાળી પશ્ચિમ બંગાળ અને ત્રિપુરામાં સૌથી વધુ બોલાય છે. ભારતની બહાર બંગાળી બંગલાદેશની રાષ્ટ્રીય ભાષા છે.



મરાઠી બોલનારાઓની સંખ્યા ૮.૩૦ કરોડ (૬.૮૬ ટકા) છે. એ મુખ્યત્વે મહારાષ્ટ્રમાં બોલાય છે.


તેલુગુ બોલનારાઓની સંખ્યા ૮.૧૧ કરોડ (૬.૭૦ ટકા) છે. એ ભારતના આંધ્ર પ્રદેશ અને તેલંગણ રાજ્યોમાં સૌથી વધુ બોલાય છે.

૬.૯૦ કરોડ (૫.૭૦ ટકા) લોકો તામિલ બોલે છે. એ ભારતના તામિલનાડુ રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશ પૉન્ડિચેરીમાં બોલાય છે.


૫.૫૪ કરોડ લોકો બોલે છે ગુજરાતી

ભારતમાં ગુજરાતી બોલનારાઓની સંખ્યા ૫.૫૪ કરોડ છે. ઉર્દૂ બોલનારાઓની સંખ્યા ૫.૦૭ કરોડ છે. કન્નડા બોલનારાઓની સંખ્યા ૪.૩૭ કરોડ છે. આ આંકડા ૨૦૧૧ની વસ્તીગણતરી પર આધારિત છે. આગામી વસ્તીગણતરીમાં એમાં ફેરફાર થઈ શકે છે.

Whatsapp-channel Whatsapp-channel

29 April, 2026 09:22 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK