BSEના MD અને CEO સુંદરરમણ રામમૂર્તિના નામે ફરતા થયેલા ડીપફેક વિડિયોથી રોકાણકારોને સાવચેત રહેવાની અપીલ કરી એક્સચેન્જેે
BSEના MD-CEO સુંદરરમણ રામમૂર્તિ
બૉમ્બે સ્ટૉક એક્સચેન્જ (BSE)એ એના મૅનેજિંગ ડિરેક્ટર (MD) અને ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર (CEO) સુંદરરમણ રામમૂર્તિના નામનો ફરી પાછો દુરુપયોગ કરીને બનાવવામાં આવેલા ડીપફેક વિડિયો સંદર્ભે રોકાણકારોને ગંભીર ચેતવણી આપીને એનાથી સાવચેત રહેવા તેમ જ ગેરમાર્ગે ન દોરાવાનો અનુરોધ કર્યો છે. એક્સચેન્જ આ વિશે કાનૂની કાર્યવાહી કરી રહ્યું છે.
SEએ જણાવ્યું હતું કે ‘સોશ્યલ મીડિયા તેમ જ મેસેજિંગ પ્લૅટફૉર્મ પર ફરી પાછો એક ભ્રામક વિડિયો પ્રસારિત થઈ રહ્યો છે જેમાં એક્સચેન્જના વડાના નામે ખોટી રીતે શૅરબજારની ટિપ્સ તેમ જ રોકાણસલાહ આપવામાં આવી રહી હોવાનું દર્શાવવામાં આવે છે. આ વિડિયો સંપૂર્ણપણે બનાવટી અને ભ્રામક છે જેમાં ઊંચા અને ખાતરીયુક્ત નફાની લાલચ સાથે પસંદગીના શૅરોમાં રોકાણ કરવા પ્રોત્સાહિત કરવામાં આવે છે તેમ જ વૉટ્સઍપ અને ટેલિગ્રામ ગ્રુપમાં જોડાવાનું કહેવામાં આવે છે.’
ADVERTISEMENT
BSEએ સ્પષ્ટ કર્યું છે કે ‘અમારા કોઈ પણ અધિકારીએ ક્યારેય શૅરબજાર વિશેની ટિપ્સ અથવા રોકાણસલાહ આપી નથી અને આવાં કોઈ ગ્રુપ પણ ચલાવવામાં આવતાં નથી. રોકાણકારોને આવી ભ્રામક સામગ્રી પર વિશ્વાસ ન કરવા, એને ફૉર્વર્ડ ન કરવા તેમ જ એના આધારે કોઈ પણ નિર્ણય ન લેવાની સૂચના આપવામાં આવી છે. BSEએ જણાવ્યું છે કે આવા કિસ્સા સામે કડક કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે તેમ જ રોકાણકારોની જાગૃતિ માટે સતત પ્રયાસ પણ કરવામાં આવી રહ્યા છે.
