આ કંપની ભોપાલ અને ઇન્દોર મેટ્રો પ્રોજેક્ટ્સમાં ઑટોમૅટિક ફેર કલેક્શન સિસ્ટમ્સ માટે ૨૩૦ કરોડ રૂપિયાનો કૉન્ટ્રૅક્ટ ધરાવે છે
પ્રતીકાત્મક તસવીર
ભારતે રાષ્ટ્રીય સુરક્ષા ચિંતાઓને કારણે ટર્કીની કંપની સેલેબી ગ્રાઉન્ડ હૅન્ડલિંગ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડની સુરક્ષા મંજૂરી રદ કર્યાના થોડા દિવસો પછી અંકારાની વધુ એક કંપની એસિસગાર્ડ સામે તપાસ શરૂ કરી છે. મધ્ય પ્રદેશના કૅબિનેટ પ્રધાન કૈલાશ વિજયવર્ગીયે આ સંદર્ભમાં તપાસનો આદેશ આપ્યો છે અને કડક કાર્યવાહીની ચેતવણી આપી છે.
એસિસગાર્ડ કંપની મધ્ય પ્રદેશમાં મોટો કૉન્ટ્રૅક્ટ ધરાવે છે. ભોપાલ અને ઇન્દોર મેટ્રો પ્રોજેક્ટનું કામ ચાલી રહ્યું છે જેના માટે ટર્કીની કંપની એસિસગાર્ડને ડિજિટલ સિસ્ટમના સમગ્ર કાર્યનું ધ્યાન રાખવાનો કૉન્ટ્રૅક્ટ આપવામાં આવ્યો હતો. આ સિવાય આ કંપની પાસે ઑટોમૅટિક ફેર કલેક્શન સિસ્ટમ્સ માટે ૨૩૦ કરોડ રૂપિયાનો કૉન્ટ્રૅક્ટ છે. આ કંપની સોંગર સશસ્ત્ર ડ્રોનની પણ ઉત્પાદક છે જેનો ઉપયોગ ઑપરેશન સિંદૂર વખતે પાકિસ્તાને ભારત વિરુદ્ધ કર્યો હતો.


