ઍરપોર્ટ પરથી બુક લો, ફ્લાઇટમાં વાંચો અને લૅન્ડ થાઓ એ ઍરપોર્ટ પર પાછી આપી દો
ભુવનેશ્વર એરપોર્ટ
ભુવનેશ્વર ઍરપોર્ટ પર શરૂ થયેલી આ સુવિધા હવે ભુજ, રાંચી, દરભંગા, ખજૂરાહો, કુલુ-મનાલી, મૅન્ગલોર, દીવ, અમ્રિતસર પર છે, પરંતુ મુંબઈ ઍરપોર્ટ પર હજી નથી
બુકલવર્સ માટે દેશનાં ૬૮ ઍરપોર્ટ પર ફ્લાયબ્રેરીની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે, જે પ્રવાસીને ફ્લાઇટની રાહ જોતી વખતે અથવા મુસાફરી દરમ્યાન બુક વાંચવાની અને તેમના ગંતવ્ય ઍરપોર્ટ પાછી આપવાની સુવિધા આપે છે. આ સુવિધા નિ:શુલ્ક છે. ફ્લાયબ્રેરીની કલ્પના બકુલ ફાઉન્ડેશનના સ્થાપક સુજિત મહાપાત્રાની છે અને ઍરપોર્ટ ઑથોરિટી ઑફ ઇન્ડિયાના સહયોગમાં શરૂ કરવામાં આવી હતી.
ADVERTISEMENT
ફ્લાયબ્રેરી એ ઍરપોર્ટની અંદર મફત અને સેલ્ફ-સર્વિસ લાઇબ્રેરી છે. મુસાફરો ફ્લાયબ્રેરીની શેલ્ફ પર રાખેલાં પુસ્તકો જોઈ અને વાંચી શકે છે, કોઈ બુક પસંદ કરીને ફ્લાઇટની રાહ જોતી વખતે વાંચી શકે છે અથવા એને ફ્લાઇટમાં સાથે લઈ જઈ શકે છે અને મુસાફરી દરમ્યાન વાંચી શકે છે. એક વાર તેઓ તેમના ગંતવ્ય સ્થાને પહોંચે ત્યારે આ બુકને એ ઍરપોર્ટની ફ્લાયબ્રેરીમાં પાછી આપી શકે છે. કેટલાંક ઍરપોર્ટ પર પ્રવાસીઓ બુક ઘરે પણ લઈ જઈ શકે છે અને તેમની આગામી ઍરપોર્ટ મુલાકાત દરમ્યાન એને પાછી આપી શકે છે. પ્રવાસીઓ પોતાનાં પુસ્તકો પણ દાન કરી શકે છે. આ પહેલ ૨૦૨૫માં ફેબ્રુઆરી મહિનામાં ભુવનેશ્વરના બિજુ પટનાયક ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ પર શરૂ કરવામાં આવી હતી. આ સુવિધા હવે ભુવનેશ્વર, રાંચી, ભુજ, દરભંગા, ખજૂરાહો, કુલુ-મનાલી, મૅન્ગલોર, દીવ અને અમ્રિતસર સહિત દેશભરનાં ૬૮ ઍરપોર્ટ પર ઉપલબ્ધ છે.
