Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > મહાલક્ષ્મીમાં સાત રસ્તા અને રેસકોર્સને જોડતા બ્રિજની ડેડલાઇન ૩૧ ડિસેમ્બર

મહાલક્ષ્મીમાં સાત રસ્તા અને રેસકોર્સને જોડતા બ્રિજની ડેડલાઇન ૩૧ ડિસેમ્બર

Published : 17 August, 2026 09:26 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

BMCના બ્રિજ વિભાગે હવે એ બ્રિજ પૂર્ણ કરવા માટે ૩૧ ડિસેમ્બરનો લક્ષ્યાંક નક્કી કર્યો છે

કેશવરાવ ખાડ્યે માર્ગ પર બની રહેલા પુલથી સાત રસ્તા અને મહાલક્ષ્મી રેસકોર્સ વચ્ચેની અવરજવરની સુવિધામાં સુધારો થવાની અપેક્ષા છે. તસવીર/બીએમસી

કેશવરાવ ખાડ્યે માર્ગ પર બની રહેલા પુલથી સાત રસ્તા અને મહાલક્ષ્મી રેસકોર્સ વચ્ચેની અવરજવરની સુવિધામાં સુધારો થવાની અપેક્ષા છે. તસવીર/બીએમસી


મહાલક્ષ્મી ડેવલપમેન્ટ પ્લાન હેઠળ મહાલક્ષ્મી-ઈસ્ટના સાત રસ્તા અને મહાલક્ષ્મી-વેસ્ટના રેસકોર્સને જોડતો વેસ્ટર્ન રેલવે પરથી પસાર થતો કેબલ-સ્ટેડ બ્રિજ બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC) બનાવી રહી છે. BMCના બ્રિજ વિભાગે હવે એ બ્રિજ પૂર્ણ કરવા માટે ૩૧ ડિસેમ્બરનો લક્ષ્યાંક નક્કી કર્યો છે.
આ કેબલ-સ્ટેડ બ્રિજ ૮૦૩ મીટર લાંબો અને ૧૭.૨ મીટર પહોળો હશે, જ્યારે રેલવેસીમાની અંદર એની પહોળાઈ ૨૩.૦૧ મીટર હશે. કેબલ-સ્ટેડ બ્રિજને ટેકો આપતો ૭૮.૫ મીટર ઊંચો પાયલૉન (સ્ટીલનો મોટો પિલર) પહેલેથી જ બનાવવામાં આવ્યો છે. થાંભલાથી ૯૫ મીટર લાંબો વેસ્ટ સાઇડનો સ્પૅન પૂરો થઈ ગયો છે, જ્યારે ૧૬૫ મીટરનો ઈસ્ટનો સ્પૅન રેલવે-પરિસરમાં બનાવવામાં આવશે. BMCને ટ્રૅકની ઉપર સુરક્ષિત રીતે કામ હાથ ધરવા માટે જરૂરી રેલવે-બ્લૉક મળશે ત્યારે એ કામ થઈ શકશે. 
પાયલૉનની વેસ્ટ સાઇડ મોટા ભાગના થાંભલા બાંધવામાં આવ્યા છે. જોકે ટ્રાફિક-ડાઇવર્ઝનની જરૂરિયાતોને કારણે પાંચ થાંભલા પર કામ હજી 
બાકી છે.
મુંબઈ ટ્રાફિક પોલીસ પાસેથી પરવાનગી મેળવ્યા પછી BMC ટ્રાફિક-ડાઇવર્ઝનનો અમલ કરશે. તૈયારીઓના ભાગરૂપે BMC કૉન્ક્રીટ સર્વિસ રોડ બનાવી રહી છે. આ વિસ્તારમાં યુટિલિટી વર્ક્સ પણ હાથ ધરવામાં આવી રહ્યાં છે. જરૂરી પરવાનગીઓ મળી ગયા પછી ટ્રાફિક પોલીસ સાથે કો-ઑર્ડિનેશન કરીને ટ્રાફિકને સર્વિસ રોડ પર ખસેડવામાં આવશે.


Whatsapp-channel Whatsapp-channel

17 August, 2026 09:26 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK