Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > મધ્ય પ્રદેશમાં ખાવાની ચીજોમાં બેરોકટોક ભેળસેળ

મધ્ય પ્રદેશમાં ખાવાની ચીજોમાં બેરોકટોક ભેળસેળ

Published : 28 May, 2026 09:36 AM | IST | Madhya Pradesh
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

દિલ્હીની ગેરકાયદે ફૅક્ટરીમાં દરોડા : ૮૦૦ કિલો મરચાંનો નકલી પાઉડર, ગરમ મસાલો મળી આવ્યા

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


મધ્ય પ્રદેશમાં ખાવાની ચીજોમાં બેરોકટોક ભેળસેળ : સિમેન્ટવાળા જીરા અને નકલી હળદર બાદ હવે કેમિકલવાળું જીરું મળી આવ્યું

મધ્ય પ્રદેશમાં ખાદ્ય ભેળસેળ દ્વારા લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતા એક મોટા રૅકેટનો પર્દાફાશ થયો છે. સિમેન્ટ ભેળવીને બનાવવામાં આવેલા નકલી જીરાના ખુલાસા બાદ હવે રાજ્યમાં કેમિકલયુક્ત ધાણા પાઉડર બનાવતી ફૅક્ટરીનો પર્દાફાશ થયો છે. ફૂડ સેફ્ટી વિભાગ અને વહીવટી તંત્ર દ્વારા સંયુક્ત કાર્યવાહીમાં આ ફૅક્ટરીનો પર્દાફાશ થયો હતો, જ્યાં મોટા પાયે કેમિકલવાળા જીરા સહિત નકલી મસાલાનું ઉત્પાદન ચાલી રહ્યું હતું.



બ્યાવર શહેર પોલીસ-સ્ટેશન અને ફૂડ સેફ્ટી વિભાગે નકલી ધાણા બનાવતી ફૅક્ટરીને સીલ કરી હતી. તપાસટીમે શંકાસ્પદ ધાણા પાઉડર, રંગો અને રસાયણોનો મોટો જથ્થો જપ્ત કર્યો હતો. અસલી ધાણામાં નબળી ગુણવત્તાવાળા પાઉડર અને હાનિકારક રસાયણોનો ઉપયોગ કરીને મસાલા બનાવવામાં આવી રહ્યા હતા. કૃત્રિમ રંગો અને અન્ય કેમિકલ સ્વાસ્થ્ય માટે અત્યંત જોખમી માનવામાં આવે છે. એનો ઉપયોગ એને આકર્ષક રંગ આપવા માટે કરવામાં આવી રહ્યો હતો. ઘટનાસ્થળેથી બે આરોપીઓની રંગેહાથ ધરપકડ કરવામાં આવી હતી, જ્યારે ૩ લોકો સામે ફૂડ સેફ્ટી ઍક્ટ 2006 અને ભેળસેળની કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. ઑપરેશન દરમ્યાન ટીમે કુલ બે લાખ રૂપિયાની કિંમતનો માલ જપ્ત કર્યો હતો.


દિલ્હીની ગેરકાયદે ફૅક્ટરીમાં દરોડા : ૮૦૦ કિલો મરચાંનો નકલી પાઉડર, ગરમ મસાલો મળી આવ્યા

જૂની દિલ્હીના ખારી બાવલીમાં ગેરકાયદે ફૅક્ટરી પર પાડેલા દરોડામાં દિલ્હી પોલીસે મરચાંનો પાઉડર અને ગરમ મસાલા સહિત ૮૦૦ કિલોથી વધુ ભેળસેળિયા મસાલા જપ્ત કર્યા હતા. ફૅક્ટરીએ નકલી મસાલા બનાવવા માટે જોખમી ઔદ્યોગિક રંગો, ઓછા ગ્રેડના પદાર્થો અને અન્ય ભેળસેળિયા વસ્તુનો ઉપયોગ કર્યો હોવાનો આરોપ છે. પોલીસ તપાસ કરી રહી છે કે ભેળસેળિયા સ્ટૉકનો કેટલો હિસ્સો પહેલેથી જ ગ્રાહકો સુધી પહોંચી ગયો હશે. આ કામગીરીમાં સામેલ કમલજિત નામના એક આરોપીની પોલીસે ધરપકડ કરી છે. આ મુદ્દે અધિકારીઓએ જણાવ્યું હતું કે ‘આ યુનિટે નકલી હળદર પાઉડર, લાલ મરચાં પાઉડર, પીળો મરચાં પાઉડર, ધાણા પાઉડર, આમચૂર પાઉડર અને ગરમ મસાલા બનાવ્યા હતા. ભેળસેળયુક્ત ઉત્પાદનો દિલ્હી અને આસપાસના વિવિધ ભાગોમાં સપ્લાય કરવામાં આવી રહ્યા હતા.’


Whatsapp-channel Whatsapp-channel

28 May, 2026 09:36 AM IST | Madhya Pradesh | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK