કેજરીવાલને વિડિયો કૉન્ફરન્સિંગ દ્વારા કોર્ટમાં રજૂ કરાયા હતા
અરવિંદ કેજરીવાલ
દિલ્હી શરાબ-કૌભાંડને લગતા કેસમાં દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલની જુડિશ્યલ કસ્ટડીને દિલ્હી કોર્ટનાં સ્પેશ્યલ જજ કાવેરી બાવેજાએ ૩ સપ્ટેમ્બર સુધી લંબાવી દીધી છે. કેજરીવાલને વિડિયો કૉન્ફરન્સિંગ દ્વારા કોર્ટમાં રજૂ કરાયા હતા. કોર્ટ હાલમાં સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન દ્વારા કેજરીવાલની વિરુદ્ધ દાખલ કરેલી પૂરક ચાર્જશીટને ધ્યાનમાં લેવી કે નહીં એ વિશેની દલીલો સાંભળી રહી છે.