Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > દેવ ગૌડાનો પૌત્ર પ્રજ્વલ રેવન્ના જર્મની ભાગી ગયો

દેવ ગૌડાનો પૌત્ર પ્રજ્વલ રેવન્ના જર્મની ભાગી ગયો

29 April, 2024 07:59 AM IST | Karnataka
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

હસન બેઠક પર ૨૬ એપ્રિલે મતદાન થઈ ગયું છે

ભૂતપૂર્વ વડા પ્રધાન એચ.ડી. દેવ ગૌડાનો પૌત્ર પ્રજ્વલ રેવન્ના

ભૂતપૂર્વ વડા પ્રધાન એચ.ડી. દેવ ગૌડાનો પૌત્ર પ્રજ્વલ રેવન્ના


કર્ણાટકમાં ભૂતપૂર્વ વડા પ્રધાન એચ.ડી. દેવ ગૌડાના પૌત્ર પ્રજ્વલ રેવન્ના સામે હજારો મહિલાઓનું જાતીય શોષણ કરવાનો આરોપ લાગ્યા બાદ તેણે રવિવારે પોલીસ-ફરિયાદ કરી હતી અને દાવો કર્યો હતો કે આ વિડિયો મૉર્ફ કરાયો છે. જોકે સેક્સ-સ્કૅન્ડલનો આરોપ લાગ્યા બાદ ફરિયાદ નોંધાવીને પ્રજ્વલ ગઈ કાલે દેશ છોડીને જર્મની ભાગી ગયો હતો. પ્રજ્વલ સામે એક રસોઇયાની ફરિયાદના આધારે રવિવારે હોલેનરાસીપુર પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે. પ્રજ્વલ રેવન્ના ભૂતપૂર્વ વડા પ્રધાન એચ. ડી. દેવ ગૌડાના મોટા પુત્ર એચ. ડી. રેવન્નાનો પુત્ર છે.

લોકસભાની ચૂંટણીના ત્રીજા તબક્કામાં કર્ણાટકમાં મતદાન થવાનું છે એવા સમયે આ પ્રકારનું સેક્સ-સ્કૅન્ડલ બહાર આવતાં ચૂંટણીના માહોલમાં એ ચર્ચાનો વિષય બની ગયો છે.
દેવ ગૌડા પરિવારની કર્ણાટકની પરંપરાગત હસન બેઠક પર ભારતીય જનતા પાર્ટી (BJP)ના સહયોગી જનતા દળ સેક્યુલર (JDS)ના ઉમેદવાર તરીકે પ્રજ્વલ રેવન્ના ચૂંટણી લડી રહ્યો છે અને ત્યાં બીજા તબક્કામાં મતદાન થઈ ચૂક્યું છે.



સેક્સ-સ્કૅન્ડલ બહાર આવતાં BJP અને JDS મતદાતાઓના ડર અને ભ્રમ દૂર કરવાની કોશિશ કરી રહ્યા છે. પ્રજ્વલ રેવન્નાએ રવિવારે પોલીસ-ફરિયાદમાં કહ્યું હતું કે મારી ઇમેજ ખરાબ કરવા તથા મતદારોમાં મારા પ્રતિ ઝેર ભરવા માટે આવો વિડિયો પ્રસારિત કરાયો છે. વાઇરલ થયેલા વિડિયો સાથે છેડછાડ કરાઈ છે. આ વિડિયો મૉર્ફ કરવામાં આવ્યો છે.


કર્ણાટક સરકારે આ સેક્સ-સ્કૅન્ડલની તપાસ કરવા માટે શનિવારે એક સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT)નું ગઠન કર્યું છે. એના એક દિવસ બાદ પ્રજ્વલે આ ફરિયાદ નોંધાવી હતી. 
કર્ણાટકના મુખ્ય પ્રધાન સિદ્ધારમૈયાએ શનિવારે મોડી રાતે સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ (અગાઉનું ટ્વિટર) પરની પોસ્ટમાં જણાવ્યું હતું કે સરકારે પ્રજ્વલ રેવન્ના સાથે સંકળાયેલા અશ્લીલ વિડિયો કેસમાં SITનું ગઠન કર્યું છે. હસન જિલ્લામાં આ અશ્લીલ વિડિયોની ક્લિપ વાઇરલ થઈ છે. એવું જણાઈ રહ્યું છે કે મહિલાઓનું જાતીય શોષણ કરવામાં આવી રહ્યું છે. આ મુદ્દે મહિલા આયોગનાં અધ્યક્ષાં ડૉ. નાગલક્ષ્મી ચૌધરીએ SIT દ્વારા તપાસ કરાવવા માટે સરકારને પત્ર લખ્યો હતો. આ નિર્ણય એના અનુસંધાનમાં લેવામાં આવ્યો છે.

BJPએ શું કહ્યું?
કથિત સેક્સ-સ્કૅન્ડલના મામલે ઊઠેલા વિવાદના પગલે BJPએ કહ્યું છે કે એક પાર્ટી તરીકે આ મામલે અમારે કોઈ લેવાદેવા નથી. અમારે આ સેક્સ-સ્કૅન્ડલ કે તપાસ કરાવવા SITના ગઠન વિશે કોઈ ટિપ્પણી કરવી નથી.


Whatsapp-channel Whatsapp-channel

29 April, 2024 07:59 AM IST | Karnataka | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK