Chandu Champion First Poster: કાર્તિક આર્યને સોશિયલ મીડિયા પર તેની બહુપ્રતિક્ષિત ફિલ્મ `ચંદુ ચેમ્પિયન`ના પ્રથમ પોસ્ટરની ઝલક બતાવી છે, જેમાં તે એક અલગ અને દમદાર લુકમાં જોવા મળી રહ્યો છે
`ચંદુ ચેમ્પિયન`નું પ્રથમ પોસ્ટર (તસવીર સૌજન્ય : સોશ્યલ મીડિયા)
બોલિવૂડ (Bollywood) અભિનેતા કાર્તિક આર્યન (Kartik Aaryan) હાલમાં તેની આગામી ફિલ્મ `ચંદુ ચેમ્પિયન` (Chandu Champion) ને કારણે સતત ચર્ચામાં છે. ફિલ્મ રિલીઝ થવામાં ગણતરીનો જ સમય બાકી છે. આ દરમિયાન ફિલ્મ `ચંદુ ચેમ્પિયન`નું ફર્સ્ટ લુક પોસ્ટર (Chandu Champion First Poster) રિલીઝ કરવામાં આવ્યું છે. કાર્તિક આર્યને સોશિયલ મીડિયા પર ચાહકોને `ચંદુ ચેમ્પિયન` ના પોસ્ટરની ઝલક આપી છે, જેમાં તે એક અલગ અવતારમાં જોવા મળી રહ્યો છે. તેના મજબૂત દેખાવને લઈને ઘણી ચર્ચાઓ થઈ રહી છે.
કાર્તિક આર્યનને પહેલા ક્યારેય ન જોયેલા અવતારમાં જોવાનો ઉત્સાહ દરેક જગ્યાએ અનુભવાય છે. સાજિદ નડિયાદવાલા (Sajid Nadiadwala) અને કબીર ખાન (Kabir Khan) દ્વારા નિર્મિત `ચંદુ ચેમ્પિયન આ વર્ષની સૌથી મોટી ફિલ્મોમાંથી એક છે.
ADVERTISEMENT
ફિલ્મનું ફર્સ્ટ લુક પોસ્ટર અપેક્ષાઓ કરતાં ઘણું આગળ નીકળેલું દેખાય છે. પોસ્ટરમાં કાર્તિક આર્યનને રેસલર તરીકે લંગોટ પહેરેલો જોઈ શકાય છે. આ પોસ્ટર ફિલ્મને ખૂબ જ આકર્ષક અપીલ આપે છે. કાર્તિક આર્યનનો ફર્સ્ટ લુક સામે આવ્યો છે જે જોઈને ફેન્સ ફિલ્મ માટે વધુ ઉત્સાહિત દેખાઈ રહ્યાં છે.
કાર્તિક આર્યને ઈન્સ્ટાગ્રામ (Instagram) હેન્ડલ પર `ચંદુ ચેમ્પિયન` નું પોસ્ટર શેર કર્યું છે, જેમાં તેનો લુક અપેક્ષાથી સંપૂર્ણપણે આગળ અને અલગ છે. તે ખૂબ જ શોકિંગ અને અલગ છે, જે પહેલા ક્યાંરેય નતી જોયું તેવું છે. પોસ્ટરમાં કાર્તિક આર્યનને રેસલર તરીકે લંગોટ પહેરેલો જોઈ શકાય છે. તે દોડતો જોવા મળે છે. કાર્તિક આર્યનનો ફર્સ્ટ લુક સામે આવ્યો છે. તેણે વજન ઘટાડ્યું છે અને ફિલ્મમાં તેમના પાત્ર માટે મજબૂત શારીરિક રચના કરી છે, જે પોસ્ટરમાં સ્પષ્ટ દેખાય છે.
અહીં જુઓ કાર્તિક આર્યનની પોસ્ટઃ
View this post on Instagram
પોસ્ટર શેર કરતી વખતે કાર્તિક આર્યને કેપ્શનમાં લખ્યું, `ચેમ્પિયન આવી રહ્યો છે. મારી કારકિર્દીની સૌથી પડકારરૂપ અને ખાસ ફિલ્મનું પ્રથમ પોસ્ટર શેર કરતાં હું ખૂબ જ ઉત્સાહિત અને ગર્વ અનુભવું છું.`
પોસ્ટરમાં કાર્તિક આર્યનને આ અવતારમાં જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે. ફર્સ્ટ લુક પોસ્ટર જોઈને ફિલ્મ `ચંદુ ચેમ્પિયન` ને લઈને ચાહકોનો ઉત્સાહ વધુ વધી ગયો છે.
સાજિદ નડિયાદવાલા અને કબીર ખાન દ્વારા નિર્મિત `ચંદૂ ચેમ્પિયન` ૧૪ જૂન, ૨૦૨૪ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. આ ફિલ્મની રજૂઆત સાથે, એવી અપેક્ષા રાખવામાં આવે છે કે તે વિશ્વભરના પ્રેક્ષકો પર તેની અમિટ છાપ છોડશે.
તમને જણાવી દઈએ કે, કાર્તિક આર્યન છેલ્લે ‘સત્યપ્રેમ કી કથા’ (Satyaprem Ki Katha) માં કિયારા અડવાણી (Kiara Advani) સાથે જોવા મળ્યો હતો. જેણે બોક્સ ઓફિસ પર કંઈ ખાસ કમાલ કરી નહોતી.