Karnataka Offbeat News: જાહેરાતમાં લખવામાં આવ્યું હતું કે અમે 30 વર્ષ પહેલાં ગુજરી ગયેલા વર અને 30 વર્ષ પહેલાં ગુજરી ગયેલી કન્યાને શોધી રહ્યાં છીએ
લગ્ન માટેની પ્રતીકાત્મક તસવીર
કી હાઇલાઇટ્સ
- પુત્રીના મોતને કારણે શોકગ્રસ્ત માતા-પિતા પાંચ વરસથી વર શોધી રહ્યા હતા
- પરિવારે છાને છપને આ કામ કર્યું હતું
- ઘણા લોકોએ આ પરિવારનો સંપર્ક પણ કર્યો હતો
દક્ષિણ કન્નડ જિલ્લામાંથી એક એવા ચોંકાવનારા સમાચાર (Karnataka Offbeat News) સામે આવ્યા છે કે એ જાણીને તમે પણ દંગ રહી જશો. વાત એમ છે કે અહીં એક માતા-પિતાએ પોતાની 30 વર્ષ પહેલાં મૃત્યુ પામેલી દીકરી માટે મુરતિયો મેળવવા માટે અખબારની અંદર મસમોટી જાહેરાત આપી હતી. જે હવે ખૂબ જ ચર્ચામાં છે.
શા માટે પરિવારે આવી જાહેરાત આપવાની ફરજ પડી હતી?
ADVERTISEMENT
કહેવાય છે કે આ પરિવારમાં જ્યારથી બાળકીનું મૃત્યુ થયું છે ત્યારથી પરિવારમાં સતત મુશ્કેલીઓ આવી રહી છે. આ જ સંદર્ભે તેઓએ મોટાઓ પાસે માર્ગદર્શન મેળવ્યું હશે અને તેમાં એવું જાણવા મળ્યું કે આ જે મુસીબતો આવી રહી છે તે તેમની મૃત પુત્રીની ભટકતી આત્માને કારણે આવી રહી છે.
Karnataka Offbeat News: એટલે જ આ પરિવારે પોતાની મૃત પુત્રીની આત્માને શાંતિ આપવાને અર્થે તેના માટે લગ્ન ગોઠવવાનું નક્કી કર્યું. અને માતા-પિતાએ 30 વર્ષ પહેલા મૃત્યુ પામેલી પોતાની પુત્રી માટે મુરતિયો શોધવાનું શરૂ કર્યું. જેની માટે તેઓએ જિલ્લાના એક મોટા અખબારમાં જાહેરાત સુદ્ધાં પ્રકાશિત કરી જેને કારણે આ હચમચાવનારો કિસ્સો સામે આવ્યો હતો.
જાહેરાતમાં શું લખવામાં આવ્યું હતું?
મૃત પુત્રી માટે જે જાહેરાત (Karnataka Offbeat News) આપવામાં આવી હતી તેમાં લખવામાં આવ્યું હતું કે અમે 30 વર્ષ પહેલાં ગુજરી ગયેલા વર અને 30 વર્ષ પહેલાં ગુજરી ગયેલી કન્યાને શોધી રહ્યાં છીએ. પ્રીથા મદુવે (આત્માઓના લગ્ન)ની વ્યવસ્થા કરવા માટે કૃપા કરીને આ નંબર પર કૉલ કરો."
આખરે ન જ મળ્યો મૃત મુરતિયો!
જોકે, પોતાની પુત્રીના મોતને કારણે શોકગ્રસ્ત માતા-પિતા ડેમ પણ કહી રહ્યા છે કે અનેક સંબંધીઓ અને મિત્રોએ આ માટે અથાક પ્રયત્નો કર્યા હતા છતાં પણ મૃત પુત્રીની ઉંમર અને જાતિને લગતી કોઈ જ યોગ્ય મૃત વર મળ્યો નથી.
અરે બાપ રે! પાંચ વર્ષથી મુરતીયો શોધી રહ્યો છે આ પરિવાર
Karnataka Offbeat News: તમને જાણીને નવાઈ લાગશે કે આ પરિવાર પોતાની મૃત પુત્રી માટે તબ્બલ પાંચ પાંચ વર્ષથી ધાર્મિક વિધિ કરવાને અર્થે વરરાજાની શોધ કરી રહ્યા છે. જોકે આ પરિવારે છાને છપને આ કામ કર્યું હતું કારણકે તે લોકોને એ વાતની ચિંતા હતી કે આવું કરવા બદ્દલ તેઓને ટ્રોલ કરવામાં આવશે. પરંતુ રસપ્રદ વાત એ છે કે વિવિધ જ્ઞાતિના ઘણા લોકોએ આ પરિવારનો સંપર્ક પણ કર્યો હતો. આ વાત પરથી સમજી શકાય છે કે લોકો હજી આ પરંપરાને અનુસરે છે અને તેમાં શ્રદ્ધા ધરાવે છે. જે ખરેખર નીંદનીય છે! જે લોકોની માનસિકતાને પ્રદર્શિત કરે છે.