Cotton Candy Banned: કર્ણાટક રાજ્યમાં કોબી મંચુરિયન અને કોટન કેન્ડીનો અભ્યાસ કરવામાં આવ્યો હતો. તે નમુનાઓમાંથી સ્વાસ્થ્ય માટે જોખમકારી કૃત્રિમ રંગો મળ્યા હતા.
કૉટન કેન્ડી અને મન્ચુરિયનની પ્રતીકાત્મક તસવીર
કી હાઇલાઇટ્સ
- આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી દિનેશ ગુંડુ રાવે વિધાના સોઢા ખાતે આ જાહેરાત કરી હતી
- 171 નમૂનાઓમાંથી 107માંથી અસુરક્ષિત રસાયણો મળ્યા હતા
- નોન-કલર કેન્ડી (સફેદ)ને વેચાણ માટે પરવાનગી આપવામાં આવી છે
કર્ણાટક રાજ્યમાંથી એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. અહીં કોબી મંચુરિયન અને કોટન કેન્ડી જેવા ખાદ્ય પદાર્થનો અભ્યાસ કરવામાં આવ્યો હતો. તે નમુનાઓનો અભ્યાસ કર્યા બાદ તેમાંથી સ્વાસ્થ્ય માટે જોખમકારી એવા કૃત્રિમ રંગોની ભેળસેળ મળી આવી હતી. ત્યારબાદ આ રાજ્યમાં તેનો પ્રતિબંધ (Cotton Candy Banned) મૂકવામાં આવ્યો છે.
હા નમૂનાઓમાં આ રીતે સ્વાસ્થ્ય પર ખરાબ અસર કરનાર પદાર્થ મળી આવતા આ રાજ્યમાં કૃત્રિમ રંગો, કોટન કેન્ડી (Cotton Candy Banned) અને કોબી મંચુરિયનના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી દિનેશ ગુંડુ રાવે વિધાના સોઢા ખાતે આ જાહેરાત કરી હતી.
ADVERTISEMENT
શું આદેશ આપવામાં આવ્યો છે?
તમને જણાવી દઈએ કે આ આદેશમાં કહેવામાં આવ્યું છે કે કોબી મંચુરિયન અને કોટન કેન્ડી એટલે કે ‘બુધિના બાલની બનાવટ માટે ખૂબ જ ખરાબ એવા કૃત્રિમ રંગોનો ઉપયોગ કરતા જોવા મળશે તો તેમની સામે કડક કાર્યવાહી (Cotton Candy Banned) કરવામાં આવશે. આ સાથે જ કડક શબ્દોમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે જો આ નિયમોમાં કોઈપણ પ્રકારનું ઉલ્લંઘન જોવા મળશે તો જે તે વ્યક્તિને ઓછામાં ઓછી સાત વર્ષની જેલ અને 10 લાખ રૂપિયાનો દંડ કરવામાં આવશે.
સેમ્પલ લઈને અભ્યાસ કરવામાં આવ્યો હતો, મળી આવ્યા આ રસાયણો
કર્ણાટકમાં કોબી મંચુરિયન અને કોટન કેન્ડી (Cotton Candy Banned)ના સેમ્પલ લેવામાં આવ્યા હતા. આ સેમ્પલમાં હાનિકારક કેમિકલ મળી આવ્યું હતું. ત્યારબાદ આ આદેશ જારી કરવામાં આવ્યો હતો. અધિકારીઓએ જણાવ્યું હતું કે રાજ્યભરમાંથી એકત્રિત કરવામાં આવેલ 171 નમૂનાઓમાંથી 107માંથી અસુરક્ષિત રસાયણો જેવા કે ટાર્ટ્રાઝિન, સનસેટ યલો, રોડામાઇન-બી અને કાર્મોઇસિન મળી આવ્યા હતા.
શેના પર પ્રતિબંધ નથી? મંત્રીએ કરી આ સ્પષ્ટતા
જો કે, મંત્રીએ આ ખાદ્ય પદાર્થોના વેચાણ પર કોઈ પ્રતિબંધ લાદવાનો ઇનકાર કર્યો હતો. “કોબી એક પૌષ્ટિક શાકભાજી છે અને લોકોએ તે ખાવી જોઈએ. અમે ફક્ત તે લોકો સામે કાર્યવાહી કરી રહ્યા છીએ જેઓ તેમાં કૃત્રિમ રસાયણોનો ઉપયોગ કરે છે. એ જ રીતે નોન-કલર કેન્ડી (સફેદ)ને પણ વેચાણ માટે પરવાનગી આપવામાં આવી છે. માત્ર તેમાં જોખમી રસાયણો ભેળવાનારા સામે જ કાર્યવાહી કરવામાં આવશે.
આ સાથે જ મંત્રીએ કહ્યું હતું કે, "આરોગ્ય વિભાગની ખાદ્ય સુરક્ષા ટીમ રાજ્યવ્યાપી જાગૃતિ અને ઝુંબેશ હાથ ધરશે, જેને કારણે આના ઉપયોગ સામે સંદેશો ઘરે ઘરે પહોંચાડવામાં આવે. હવે તો રાજ્યમાં સારી રીતે આની તપાસ કરવામાં આવશે. અંતરે અંતરે નમૂના લેવામાં આવશે. અને સ્ટોલ અને ખાણીપીણીની નિયમિત તપાસ માટે વધુ કર્મચારીઓને તૈનાત કરવામાં આવશે. રેન્ડમ સેમ્પલિંગ બાદ વિભાગ દસ્તાવેજીકરણ માટે આ ખાદ્ય પદાર્થો (Cotton Candy Banned)ના કાયદેસર નમૂના લેવાનું પણ શરૂ કરશે.

