° °

આજનું ઇ-પેપર
Wednesday, 26 January, 2022


ભારતમાં આટલાં રાજ્યોમાં કોરોના બેકાબૂ બની રહ્યો છે

12 January, 2022 09:40 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

અનેક રાજ્યોમાં પૉઝિટિવિટી રેટ ૧૦ ટકાથી વધુ છે

નવી દિલ્હીના કોવિડ કૅર સેન્ટરમાં કોરોનાથી સંક્રમિત બાળકોને દવા આપવાની તૈયારી કરતા મેડિકલ પ્રોફેશનલ્સ.  (તસવીર : પીટીઆઈ)

નવી દિલ્હીના કોવિડ કૅર સેન્ટરમાં કોરોનાથી સંક્રમિત બાળકોને દવા આપવાની તૈયારી કરતા મેડિકલ પ્રોફેશનલ્સ. (તસવીર : પીટીઆઈ)

ભારતમાં કોરોનાના કેસની સાથે ચિંતામાં પણ સતત વધારો થઈ રહ્યો છે. દેશમાં ખાસ કરીને નવી દિલ્હી, કેરલા, પશ્ચિમ બંગાળ, તામિલનાડુ, કર્ણાટક અને મહારાષ્ટ્રમાં કોરોનાના કેસ વધી રહ્યા છે. અનેક રાજ્યોમાં પૉઝિટિવિટી રેટ ૧૦ ટકાથી વધુ છે. 
નવી દિલ્હી
નવી દિલ્હીમાં ગઈ કાલે કોરોનાના ૨૧,૨૫૯ નવા કેસ નોંધાયા હતા. સોમવારની સરખામણીમાં એમાં ૧૦ ટકાનો વધારો થયો છે. દિલ્હીમાં પૉઝિટિવિટી રેટ ૨૫.૬૫ ટકા છે, 
કેરલા
કેરલામાં ગઈ કાલે કોરોનાના નવા કેસમાં ખૂબ વધારો નોંધાયો હતો. રાજ્યમાં ગઈ કાલે ૯૦૬૬ નવા કેસ નોંધાયા હતા અને ૨૯૬ લોકોનાં મૃત્યુ થયાં હતાં. 
પશ્ચિમ બંગાળ
પશ્ચિમ બંગાળમાં કોરોનાના દૈનિક નવા કેસની સંખ્યા ૨૦,૦૦૦ની આસપાસ છે. જોકે સોમવારે આ રાજ્યમાં સૌથી વધુ ૨૪,૨૮૭ કેસ નોંધાયા હતા. આ રાજ્યમાં દૈ​નિક પૉઝિટિવિટી રેટ ૩૭.૩૨ ટકા છે. 
તામિલનાડુ
તામિલનાડુમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૧૩,૯૦૦ નવા કેસ નોંધાયા છે. આ સાથે જ આ રાજ્યમાં પણ પૉઝિટિવિટીનો રેટ ૧૦ ટકાથી વધુ છે. આ રાજ્યએ પોંગલ ફેસ્ટિવલને ધ્યાનમાં રાખીને નવાં કડક નિયંત્રણો લાગુ કર્યાં છે. 
કર્ણાટક
કર્ણાટકમાં ગઈ કાલે પાંચ મૃત્યુ સાથે કોરોનાના ૧૪,૪૭૩ નવા કેસ નોંધાયા હતા. માત્ર બૅન્ગલોરમાં જ ૧૦,૮૦૦ નવા કેસ નોંધાયા હતા. 

દિલ્હીમાં પ્રાઇવેટ ઑફિસિસ, રેસ્ટોરાં અને બાર બંધ

કોરોના કેસમાં વધારો થવાના કારણે ગઈ કાલે દિલ્હી સરકારે કેટલીક અપવાદરૂપ કૅટેગરીઝને બાદ કરતાં તમામ પ્રાઇવેટ ઑફિસિસને બંધ કરવાનો આદેશ આપ્યો હતો. આવશ્યક સેવાઓની ઑફિસિસ ચાલુ રહેશે. દિલ્હીમાં અત્યાર સુધી પ્રાઇવેટ ઑફિસિસ ૫૦ ટકા કર્મચારીઓની હાજરીથી ચાલતી હતી. જોકે હવે પ્રાઇવેટ ઑફિસિસના કર્મચારીઓએ વર્ક ફ્રૉમ હોમ કરવું પડશે. 
દિલ્હી ડિઝૅસ્ટર મૅનેજમેન્ટ ઑથોરિટીએ આ શહેરમાં રેસ્ટોરાં અને બારને પણ બંધ કરવાનો આદેશ આપ્યો હતો. જોકે રેસ્ટોરાંને હોમ ડિલિવરી અને ટેક અવે ફૂડ આઇટમ્સ માટે મંજૂરી છે. અહીં સરકારી ઑફિસિસ ૫૦ ટકા હાજરીથી ચાલી રહી છે. દરમ્યાનમાં દિલ્હી સરકાર ઘરે આઇસોલેટ થનારા કોરોનાના દરદીઓ માટે આજથી ઑનલાઇન યોગ અને મેડિટેશનના ક્લાસિસ શરૂ કરશે. આ પહેલ હેઠળ કોરોનાના દરેક દરદીને યોગા ક્લાસિસ માટે રજિસ્ટર કરવા માટે એક લિન્ક મોકલવામાં આવશે. ટ્રેઇન્ડ ઇન્સ્ટ્રક્ટર્સ સવારે અને સાંજે એક-એક કલાકના ક્લાસિસ ચલાવશે. દરેક ક્લાસમાં ૧૫ દરદીઓ રહેશે.

7476
ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના આટલા નવા કેસ નોંધાયા હતા.

236
ગુજરાતમાં ગઈ કાલે ઓમાઇક્રોનના આટલા નવા કેસ નોંધાયા હતા. 

4461
ભારતમાં ગઈ કાલે ઓમાઇક્રોનના આટલા નવા કેસ નોંધાયા હતા.

1,68,063
ભારતમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના આટલા નવા કેસ નોંધાયા હતા.

12 January, 2022 09:40 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK