Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > દસમી વાર ૪૦૦ પાર, વિરાટ કોહલી પ્રથમ

દસમી વાર ૪૦૦ પાર, વિરાટ કોહલી પ્રથમ

27 April, 2024 08:20 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

હૈદરાબાદ સામે ૫૧ રનની ઇનિંગ્સ સાથે સીઝનમાં ૪૦૦ રનનો આંકડો પાર કરીને સુરેશ રૈના, શિખર ધવન અને ડેવિડ વૉર્નરને પાછળ છોડી દીધા : એ ઉપરાંત ટીમની પહેલી અને ૨૫૦મી મૅચમાં રમનાર પ્રથમ ખેલાડી બન્યો

વિરાટ કોહલી

IPL 2024

વિરાટ કોહલી


ગુરુવારે સનરાઇઝર્સ હૈદરાબાદ સામે વિરાટ કોહલીએ ૪૩ બૉલમાં ૫૧ રન કર્યા એને પગલે આ સીઝનમાં તેના કુલ ૪૩૦ રન થયા હતા અને ઑરેન્જ કૅપ પર તેણે પકડ મજબૂત કરી લીધી હતી. આ સીઝનમાં ૪૦૦ રનનો આંકડો પાર કરનાર તે પ્રથમ ખેલાડી બન્યો છે અને ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં તેણે રેકૉર્ડ ૧૦મી વાર સીઝનમાં ૪૦૦ પ્લસ રન બનાવ્યા છે. આ પહેલાંનો ૯ વખતનો રેકૉર્ડ વિરાટ અને સુરેશ રૈના, શિખર ધવન અને ડેવિડ વૉર્નરના સંયુક્ત નામે હતો. રોહિત શર્માએ ૭ સીઝનમાં ૪૦૦ પ્લસ રન બનાવ્યા છે.

વિરાટ કોહલીએ આ પહેલાં ૨૦૧૧માં ૫૫૭, ૨૦૧૩માં ૬૩૪, ૨૦૧૫માં ૫૦૫, ૨૦૧૬માં ૯૭૩, ૨૦૧૮માં ૫૩૦, ૨૦૧૯માં ૪૬૪, ૨૦૨૦માં ૪૬૬, ૨૦૨૧માં ૪૦૫ અને ૨૦૨૩માં ૬૩૯ રન બનાવ્યા છે.



આ ઉપરાંત વિરાટે IPLનો બીજો પણ એક અનોખો રેકૉર્ડ તેના નામે કરી લીધો હતો. વિરાટ IPLનો પ્રથમ એવો ખેલાડી બન્યો છે જે કોઈ એક ટીમની ટુર્નામેન્ટની પ્રથમ અને ૨૫૦મી લૅન્ડમાર્ક મૅચમાં પ્લેઇંગ ઇલેવનમાં સામેલ હોય.


૪૦૦૦ પ્લસ રન, ચોથો ઓપનર

વિરાટે ગુરુવારે IPLમાં ઓપનિંગમાં આવીને ૪૦૦૦ રનનો આંકડો પાર કરી લીધો હતો. ઓપનર તરીકે કોહલીએ ૧૦૭ ઇનિંગ્સમાં ૧૭ વાર નૉટઆઉટ રહીને ૮ સેન્ચુરી, ૨૯ હાફ-સેન્ચુરી સાથે ૪૪.૯૦ની ઍવરેજથી ૪૦૪૧ રન બનાવ્યા છે. આ સાથે આ માઇલસ્ટોન પાર કરનાર શિખર ધવન (૬૩૬૨), ડેવિડ વૉર્નર (૫૯૦૯) અને ક્રિસ ગેઇલ (૪૪૮૦) બાદ ચોથો ઓપનર બન્યો છે.


આજે હું આરામથી ઊંઘી શકીશ ઃ ડુ પ્લેસી

એક મહિના બાદ મળેલી જીત પછી રિલૅક્સ થયેલા બૅન્ગલોરના કૅપ્ટન ફાફ ડુ પ્લેસીએ ગઈ કાલે મૅચ જીત્યા બાદ કહ્યું હતું કે ‘છેલ્લી બે

મૅચમાં અમે ફાઇટ આપી હતી, જીતની નજીક પહોંચીને હારી ગયા હતા. આત્મવિશ્વાસ મેળવવા માટે મૅચ જીતવી જરૂરી હોય છે. આજે રાતે હું આરામથી ઊંઘી શકીશ.’

લૅન્ડમાર્ક ૨૫૦મી મૅચ જીત સાથે સેલિબ્રેટ કરી

બૅન્ગલોરની ગુરુવારની હૈદરાબાદ સામેની ટક્કર IPLમાં ૨૫૦મી મૅચ હતી. આ લૅન્ડમાર્ક મૅચ બૅન્ગલોરે ૩૫ રનથી જીતીને સેલિબ્રેટ કરી હતી. IPLમાં ૨૫૦ મૅચ રમનાર બૅન્ગલોર મુંબઈ ઇન્ડિયન્સ (૨૫૫) બાદ બીજી ટીમ બની હતી. મુંબઈએ આ જ સીઝનમાં આ લૅન્ડમાર્ક પહેલી એપ્રિલે વાનખેડેમાં રાજસ્થાન સામેની મૅચમાં હાંસલ કર્યો હતો. જોકે મુંબઈનો એ મૅચમાં ૬ વિકેટે પરાજય થયો હતો. 

૨૫ માર્ચે પહેલી જીત, ૨૫ એપ્રિલે બીજી જીત

રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુએ ગુરુવારે હૈદરાબાદ સામે જીત મેળવતાં ચાહકોએ રાહતનો શ્વાસ લીધો હતો, કેમ કે આ મહિનાના સંઘર્ષ અને સતત ૬ મૅચ હાર્યા બાદ ટીમે આખરે જીતનો સ્વાદ ચાખ્યો હતો. બૅન્ગલોરે આ સીઝનની બીજી જ મૅચમાં ૨૫ માર્ચે પંજાબ સામે જીતનું ખાતું ખોલ્યું હતું. હવે ગુરુવારે બરાબર એક મહિના બાદ ૨૫ એપ્રિલે બીજી જીત મેળવીને વધુ બે પૉઇન્ટ મેળવ્યા હતા. 

Whatsapp-channel Whatsapp-channel

27 April, 2024 08:20 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK