Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > પહેલા તબક્કાની ૧૦૨ બેઠકો પર સરેરાશ ૬૦ ટકા વોટિંગ

પહેલા તબક્કાની ૧૦૨ બેઠકો પર સરેરાશ ૬૦ ટકા વોટિંગ

20 April, 2024 10:30 AM IST | Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ત્રિપુરામાં સૌથી વધુ ૭૯.૯૦ ટકા મતદાનઃ પશ્ચિમ બંગાળમાં ૭૭.૫૭ ટકા, પૉન્ડિચેરીમાં ૭૩.૨૫ ટકા અને બિહારમાં સૌથી ઓછું ૪૭.૪૯ ટકા મતદાન

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

પ્રતીકાત્મક ફાઇલ તસવીર


લોકસભાની ચૂંટણીમાં ગઈ કાલે પહેલા તબક્કામાં ૧૭ રાજ્યો અને ૪ કેન્દ્રશાસિત પ્રદેશોની ૧૦૨ બેઠકો પર આશરે ૬૦ ટકા મતદાન થયું હતું અને સાંજે ૬ વાગ્યાના આંકડા અનુસાર ત્રિપુરામાં સૌથી વધુ ૭૯.૯૦ ટકા મતદાન થયું હતું. ત્રિપુરા બાદ બીજા નંબરે પશ્ચિમ બંગાળમાં ૭૭.૫૭ ટકા અને ત્રીજા નંબરે પૉન્ડિચેરીમાં ૭૩.૨૫ ટકા મતદાન થયું હતું. જોકે સૌથી ઓછું ૪૭.૪૯ ટકા મતદાન બિહારમાં નોંધાયું હતું. મણિપુર અને પશ્ચિમ બંગાળમાં હિંસાની ઘટનાઓ બની હતી. ૨૦૧૯માં પહેલા તબક્કાની ૯૧ બેઠકો પર ૬૯.૫૮ ટકા મતદાન થયું હતું.

હિંસાની ઘટના
પશ્ચિમ બંગાળમાં કૂચ બિહાર બેઠક પર બંગાળની સત્તાધારી તૃણમૂલ કૉન્ગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે અથડામણ થઈ હતી અને બેઉ પાર્ટીએ એકબીજાના કાર્યકરોને માર્યા હતા. કેટલાક સ્થળે મતદાન માટે નીકળેલા મતદારોને ધમકાવવામાં આવ્યા હોવાની ઘટના પણ બની હતી.



મણિપુરમાં બૂથ-કૅપ્ચરિંગ
મણિપુરમાં ઇમ્ફાલ ઈસ્ટ મતદાર સંઘમાં થમ્નાપોપ્કી મતદાનમથકની બહાર અજાણ્યા લોકોએ ફાયરિંગ કર્યું હતું. અનેક સ્થળોએ બૂથ-કૅપ્ચરિંગની ઘટનાઓ બની હતી. તોફાનીઓએ ઇલેક્ટ્રૉનિક વોટિંગ મશીન (EVM) તોડી નાખ્યાં હતાં. મતદાન-બૂથની બહાર થયેલાં તોફાનોમાં ત્રણ જણને ઈજા થઈ હતી. જોકે આમ છતાં મણિપુરમાં આશરે ૬૭.૪૬ ટકા જેટલું મતદાન થયું હતું.
૧૦ રાજ્યો-કેન્દ્રશાસિત પ્રદેશોમાં ચૂંટણી સમાપ્ત


પહેલા તબક્કામાં કુલ ૧૦ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં એક જ વારમાં ચૂંટણી સંપન્ન થઈ હતી. તામિલનાડુમાં ૩૯ બેઠકો, ઉત્તરાખંડમાં પાંચ બેઠકો, અરુણાચલ પ્રદેશ અને મેઘાલયમાં બે-બે બેઠકો તથા આંદામાન નિકોબાર ટાપુઓ, મિઝોરમ, નાગાલૅન્ડ, પૉન્ડિચેરી, સિક્કિમ અને લક્ષદ્વીપમાં એક-એક બેઠક પર મતદાન થયું હતું. એ સિવાય રાજસ્થાનમાં ૧૨ બેઠકો, ઉત્તર પ્રદેશમાં ૮ બેઠકો, મધ્ય પ્રદેશમાં ૬ બેઠકો, આસામ અને મહારાષ્ટ્રમાં પાંચ-પાંચ બેઠકો, બિહારમાં ૪, પશ્ચિમ બંગાળમાં ૩, મણિપુરમાં બે અને ત્રિપુરા, જમ્મુ-કાશ્મીર અને છત્તીસગઢમાં એક-એક બેઠક પર ચૂંટણી સંપન્ન થઈ હતી.

નાગપુરના મતદાન સેન્ટરમાં સાપ


લોકસભાની ચૂંટણીમાં ગઈ કાલે પહેલા તબક્કાનું મતદાન થયું ત્યારે નાગપુરના નંદનવન વિસ્તારમાં આવેલી KDK કૉલેજના પરિસરના મતદાન સેન્ટરમાં લોકો મત આપવા માટે પહોંચ્યા હતા. ત્યારે અહીં મોટો સાપ અચાનક આવી પહોંચ્યો હતો. સાપને જોઈને લોકો ગભરાઈ ગયા હતા. કોઈકે સાપ પકડવા માટે વાઇલ્ડલાઇફ વેલ્ફેર સોસાયટીમાં કૉલ કરતાં સોસાયટીનો મેમ્બર મોહનિશ મોહાદિકર મતદાનકેન્દ્રમાં પહોંચ્યો હતો અને તેણે સાપને પકડી લીધો હતો. સાપને કારણે થોડી વાર મતદાનને અસર થઈ હતી.

Whatsapp-channel Whatsapp-channel

20 April, 2024 10:30 AM IST | Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK