Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > વ્હીલચૅર પર બેઠેલી મહિલા સાથે સેલ્ફી અને આશીર્વાદ લઈને લોકોના દિલ જીત્યા વિજય સેતુપતિએ

વ્હીલચૅર પર બેઠેલી મહિલા સાથે સેલ્ફી અને આશીર્વાદ લઈને લોકોના દિલ જીત્યા વિજય સેતુપતિએ

20 April, 2024 07:37 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

એક મહિલા વ્હીલચૅર પર બેસીને વોટિંગ માટે પહોંચી હતી. તેને જોઈને વિજયે તેની સાથે સેલ્ફી લીધી હતી

વિજય સેતુપતિ

વિજય સેતુપતિ


તામિલ સિનેમાના વિજય સેતુપતિની સોશ્યલ મીડિયામાં ખૂબ પ્રશંસા થઈ રહી છે. ગઈ કાલે લોકસભાના ઇલેક્શનના પહેલા ચરણના મતદાન માટે તે પણ વોટ આપવા પહોંચ્યો હતો. એ દરમ્યાન એક મહિલા વ્હીલચૅર પર બેસીને વોટિંગ માટે પહોંચી હતી. તેને જોઈને વિજયે તેની સાથે સેલ્ફી લીધી હતી. તદુપરાંત વિજય તે મહિલાના પગે પણ લાગ્યો હતો. તે મહિલા પણ વિજયના આવા વર્તનથી ખુશ થઈ હતી. એને કારણે સોશ્યલ મીડિયામાં લોકો વિજયની પ્રશંસા કરી રહ્યા છે. સાથે જ લાઇનમાં ઊભા રહીને તેણે હાજર અન્ય લોકો સાથે પણ વાતચીત કરી હતી. વિજયની ફિલ્મની વાત કરીએ તો ગયા વર્ષે રિલીઝ થયેલી શાહરુખ ખાનની ‘જવાન’માં અને કૅટરિના કૈફ સાથે ‘મેરી ક્રિસમસ’માં તે જોવા મળ્યો હતો.


Whatsapp-channel Whatsapp-channel

20 April, 2024 07:37 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK