Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > ગજબ ભયો રામા: રણથંભોરના વાઘના સામ્રાજ્યમાં ચિત્તાની એન્ટ્રી

ગજબ ભયો રામા: રણથંભોરના વાઘના સામ્રાજ્યમાં ચિત્તાની એન્ટ્રી

Published : 22 April, 2026 07:11 AM | IST | Rajasthan
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

મધ્ય પ્રદેશના કુનો નૅશનલ પાર્કથી ૫૦૦ કિલોમીટર ચાલીને KP-2 નામનો ચિત્તો રાજસ્થાનના રણથંભોર ટાઇગર રિઝર્વના સવાઈ માધોપુર પાસેના ઝોનમાં પહોંચી ગયો એને પગલે વનવિભાગ ટેન્શનમાં

ચિત્તો

ચિત્તો


વાઇલ્ડલાઇફની દુનિયામાં એક અચરજભર્યા સમાચારે ખળભળાટ મચાવ્યો છે. વાત એમ છે કે મધ્ય પ્રદેશના કુનો નૅશનલ પાર્કથી નીકળીને KP-2 નામનો ચિત્તો રાજસ્થાનના રણથંભોર ટાઇગર રિઝર્વમાં પહોંચી ગયો છે. હાલમાં આ ચિત્તા સવાઈ માધોપુર જિલ્લામાં ઝોન-૯માં છે. વનવિભાગ પાસેથી મળેલી જાણકારી મુજબ ચિત્તો નીમલી ગામ પાસે છે. આ વિસ્તાર રણથંભોરના T-127 નામના વાઘનું સામ્રાજ્ય છે.  ઑલરેડી અહીં બહારથી T-108 વાઘે પગપેસારો કર્યો છે અને આ વિસ્તારમાં દીપડા પણ ફરતા રહે છે. કૅટ ફૅમિલીના આ ત્રણેય ખૂંખાર પ્રાણીઓ એક જ વિસ્તારમાં હોવાથી વનવિભાગના અધિકારીઓ ટેન્શનમાં આવી ગયા છે. ક્યાંક ચિત્તાનો સામનો વાઘ અને દીપડા સાથે થઈ ગયો તો એ મુકાબલો ચિત્તા માટે ઘાતક બની શકે છે. વિશેષજ્ઞોનું કહેવું છે કે વાઘ અને દીપડા શારીરિક રીતે ચિત્તા કરતાં વધુ શક્તિશાળી હોય છે, પરંતુ ચિત્તા પાસે જે સ્ફૂર્તિ અને ગતિ હોય છે એને કારણે તે શિકારીથી આસાનીથી છટકી શકે છે.

રણથંભોરમાં પહેલી વાર ચિત્તાને કૅમેરામાં કેદ કરનારા વાઇલ્ડલાઇફ ફોટોગ્રાફર રવીન્દ્ર જૈને તસવીરો શૅર કરીને લખ્યું હતું, ‘વીસ એપ્રિલે ચિત્તો સવાઈ માધોપુર શહેરની અંદર સુધી આવી ગયો હતો. રણથંભોરમાં ચિત્તાને જોવો એ મારા માટે અદ્ભુત અને લાઇફટાઇમ અચીવમેન્ટ જેવું હતું. જોકે એને સ્પષ્ટપણ કૅપ્ચર કરવા માટે મારે અડધો કલાક ફીલ્ડિંગ ભરવી પડી હતી.’


Whatsapp-channel Whatsapp-channel

22 April, 2026 07:11 AM IST | Rajasthan | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK