Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > મીરા-ભાઈંદરના રિક્ષા-ડ્રાઇવરો માટે MNSએ શરૂ કર્યા મરાઠીના ક્લાસ

મીરા-ભાઈંદરના રિક્ષા-ડ્રાઇવરો માટે MNSએ શરૂ કર્યા મરાઠીના ક્લાસ

Published : 22 April, 2026 08:27 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

MNSએ મીરા-ભાઈંદરમાં રિક્ષાચાલકો માટે મરાઠી ભાષાના મફત વર્ગ શરૂ કર્યા છે.

MNS દ્વારા શરૂ કરાયેલા મરાઠી શીખવાના ક્લાસમાં ઘણા રિક્ષા-ડ્રાઇવર આવ્યા હતા.

MNS દ્વારા શરૂ કરાયેલા મરાઠી શીખવાના ક્લાસમાં ઘણા રિક્ષા-ડ્રાઇવર આવ્યા હતા.


ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર પ્રતાપ સરનાઈકે રિક્ષા અને ટૅક્સી-ડ્રાઇવરોને મરાઠી ભાષા આવડવી જોઈએ અને જો ન આવડે તો તેમનાં લાઇસન્સ કૅન્સલ થઈ શકે એવા નિર્દેશ આપ્યા બાદ ખાસ કરીને અન્ય રાજ્યોમાંથી આવેલા અને અહીં વસેલા રિક્ષા અને ટૅક્સી-ડ્રાઇવર ચિંતામાં મુકાઈ ગયા છે. હવે મરાઠી ન બોલનારને ધમકી આપનાર અને તેમની મારપીટ કરનાર મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)એ ડ્રાઇવરોને મરાઠી શીખવવાનું શરૂ કર્યું છે.

MNSએ મીરા-ભાઈંદરમાં રિક્ષાચાલકો માટે મરાઠી ભાષાના મફત વર્ગ શરૂ કર્યા છે. ગઈ કાલે શરૂ થયેલા ક્લાસમાં ભારે ભીડ જોવા મળી હતી અને એમાં ૧૦૦થી ૧૫૦ જેટલા રિક્ષા-ડ્રાઇવરોએ ભાષા શીખવા માટે ભાગ લીધો હતો. ડ્રાઇવરોએ આ પહેલ માટે MNSનો આભાર માન્યો હતો.


Whatsapp-channel Whatsapp-channel

22 April, 2026 08:27 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK