Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > અભિષેક બચ્ચનની યુરોપિયન T20 પ્રીમિયર લીગમાં ગ્લાસગો ટીમનો માલિક અને ઍમ્બૅસૅડર બન્યો ગેઇલ

અભિષેક બચ્ચનની યુરોપિયન T20 પ્રીમિયર લીગમાં ગ્લાસગો ટીમનો માલિક અને ઍમ્બૅસૅડર બન્યો ગેઇલ

Published : 21 April, 2026 04:21 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

22 હાઇએસ્ટ T20 સદી ફટકારીને છે ક્રિસ ગેઇલે. બાબર આઝમ એનાથી ૧૦ સદી દૂર છે. તેણે હાલમાં બારમી સદી ફટકારી છે.

અભિષેક બચ્ચન અને ક્રિસ ગેઇલ

અભિષેક બચ્ચન અને ક્રિસ ગેઇલ


યુરોપની પ્રથમ ICC-માન્ય T20 ફ્રૅન્ચાઇઝી લીગ યુરોપિયન T20 પ્રીમિયર લીગમાં સ્કૉટલૅન્ડનું પ્રતિનિધિત્વ કરતી લીગની ગ્લાસગો સ્થિત ફ્રૅન્ચાઇઝીએ મોટી જાહેરાત કરી હતી. ભારતીય માલિક ધરાવતા મુગાફી ગ્રુપ સાથે વેસ્ટ ઇન્ડીઝનો ભૂતપૂર્વ ક્રિકેટર ક્રિસ ગેઇલ સહ-માલિક અને ગ્લોબલ બ્રૅન્ડ-ઍમ્બૅસૅડર તરીકે જોડાયો છે. તે પહેલી વખત કોઈ ટીમના માલિકી-ગ્રુપનો ભાગ બન્યો છે. ૨૬ ઑગસ્ટથી ૨૦ સપ્ટેમ્બર વચ્ચે રમાનારી પહેલી સીઝનમાં ૬ ટીમો વચ્ચે ૩૩ મૅચ રમાશે. ક્રિકેટ આયરલૅન્ડ, ક્રિકેટ સ્કૉટલૅન્ડ અને રૉયલ ડચ ક્રિકેટ અસોસિએશન સાથે ભાગીદારીમાં વિકસાવવામાં આવી રહેલી આ લીગના માલિકોમાં ઍક્ટર અભિષેક બચ્ચન પણ સામેલ છે.


Whatsapp-channel Whatsapp-channel

21 April, 2026 04:21 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK