Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > કર્ણાટકના ગૃહપ્રધાન પ્રિયાંક ખડગેની ગાડી પર ૨૫૦૦ રૂપિયાનો દંડ પેન્ડિંગ

કર્ણાટકના ગૃહપ્રધાન પ્રિયાંક ખડગેની ગાડી પર ૨૫૦૦ રૂપિયાનો દંડ પેન્ડિંગ

Published : 26 June, 2026 10:24 AM | IST | karnataka
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

લોકોને ટ્રાફિકના નિયમો પાળવાની અને બાકી રહેલો દંડ ભરી દેવાની સલાહ આપી એ પછી BJPએ ખોલી પોલ

પ્રિયાંક ખડગે

પ્રિયાંક ખડગે


કર્ણાટકના ગૃહપ્રધાન પ્રિયાંક ખડગે સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ X પર સામાન્ય વાહનચાલકોને જવાબદારીપૂર્વક ડ્રાઇવિંગ કરવાની અને પેન્ડિંગ ટ્રાફિક-દંડ ચૂકવવાની સલાહ આપીને ખુદ મોટી મુશ્કેલીમાં મુકાયા છે. ભારતીય જનતા પાર્ટી (BJP)એ તેમની આ જ પોસ્ટ પર વળતો પ્રહાર કરીને મોટો રાજકીય ધડાકો કર્યો છે. BJPનો આરોપ છે કે પ્રધાન ખડગેની સત્તાવાર સરકારી ગાડી (KA42 GA 0099) સ્પીડ-લિમિટ તોડવા અને સીટ-બેલ્ટ ન બાંધવા જેવા મૂળભૂત માર્ગસુરક્ષાના નિયમોનું ઉલ્લંઘન કરતી પકડાઈ છે. આ વાહન પર ઓવરસ્પીડિંગ અને સુરક્ષાના નિયમોના ભંગ બદલ ૪ ચલાન ફાટેલાં છે જેનો કુલ ૨૫૦૦ રૂપિયાનો દંડ હજી સુધી ચૂકવવામાં આવ્યો નથી.

હકીકતમાં ગૃહપ્રધાન પ્રિયાંક ખડગેએ નાગરિકોને અપીલ કરી હતી કે સરકાર દ્વારા ૨૧ જૂનથી ૧૦ જુલાઈ ૨૦૨૬ સુધી ટ્રાફિક ચલાન પર ૫૦ ટકા ડિસ્કાઉન્ટની ઑફર આપવામાં આવી છે એટલે લોકોએ પોતાનો પેન્ડિંગ દંડ ઑનલાઇન ઍપ દ્વારા ભરી દેવો જોઈએ. 



ખડગેની આ સલાહ સામે BJPએ તેમની જ ગાડીના ટ્રાફિક-વાયોલેશનના સ્ક્રીનશૉટ્સ જાહેર કરીને આકરો કટાક્ષ કર્યો છે. BJPએ ટ્વીટ કરીને લખ્યું છે કે ‘મંત્રીજી, અમે તમારી વાત સાથે બિલકુલ સહમત છીએ કે ટ્રાફિકના નિયમો જીવન બચાવવા માટે છે, પણ શું સીટ-બેલ્ટ અને સ્પીડ-લિમિટના નિયમો તમને લાગુ નથી પડતા?’ 


BJPએ વધુમાં વ્યંગ કર્યો છે કે મંત્રીજીએ સરકારની આ ૫૦ ટકા ડિસ્કાઉન્ટ સ્કીમનો લાભ લઈને પોતાનાં ચલાન વહેલી તકે ક્લિયર કરી દેવાં જોઈએ. આ રસપ્રદ રાજકીય ખેંચતાણ સોશિયલ મીડિયા પર ભારે વાઇરલ થઈ રહી છે.


Whatsapp-channel Whatsapp-channel

26 June, 2026 10:24 AM IST | karnataka | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK