ગઈ કાલે સવારે ૮ વાગ્યે દેશમાં ઍક્ટિવ કેસ ૬૧૩૩ પર પહોંચ્યા હતા; કેરલા ૧૯૫૦ ઍક્ટિવ કેસ સાથે સૌથી વધુ અસરગ્રસ્ત રાજ્ય છે.
પ્રતીકાત્મક તસવીર
ગઈ કાલે સવારે ૮ વાગ્યે પૂરા પૂરા થયેલા ૨૪ કલાકમાં દેશમાં કોરોનાવાઇરસને લીધે કુલ ૬ જણનાં મૃત્યુ થયાં હતાં; કેરલામાં ત્રણ, કર્ણાટકમાં બે અને તામિલનાડુમાં એક જણે જીવ ગુમાવ્યો હતો. ગઈ કાલે સવારે ૮ વાગ્યે દેશમાં ઍક્ટિવ કેસ ૬૧૩૩ પર પહોંચ્યા હતા; કેરલા ૧૯૫૦ ઍક્ટિવ કેસ સાથે સૌથી વધુ અસરગ્રસ્ત રાજ્ય છે.
મુંબઈ-મહારાષ્ટ્ર કોરોના અપડેટ
મુંબઈમાં ગઈ કાલે નવા પચીસ કેસ નોંધાયા
મહારાષ્ટ્રમાં ગઈ કાલે નવા ૭૭ કેસ નોંધાયા
મહારાષ્ટ્રમાં ગઈ કાલે ઍક્ટિવ કેસ હતા ૬૦૭

