Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > અમદાવાદમાં ૧૫૧ કિલો ઘીમાંથી બની છે નગરદેવી ભદ્રકાળી માતાજીની ઘીની મૂર્તિ

અમદાવાદમાં ૧૫૧ કિલો ઘીમાંથી બની છે નગરદેવી ભદ્રકાળી માતાજીની ઘીની મૂર્તિ

Published : 19 October, 2026 04:23 PM | IST | Ahmedabad
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ઘીની મૂર્તિ સાચવવા માટે રોજ ૬૦૦ કિલો બરફનો થઈ રહ્યો છે ઉપયોગ

માતાજીની ઘીની મૂર્તિ

માતાજીની ઘીની મૂર્તિ


નવરાત્રિનું પર્વ હર્ષોલ્લાસથી ઊજવાઈ રહ્યું છે અને માઈભક્તો શક્તિની ભક્તિ કરી રહ્યા છે  ત્યારે અમદાવાદમાં આવેલી ભંડેરીપોળમાં નવરાત્રિના પાવન અવસરે ૧૫૧ કિલો ઘીમાંથી અમદાવાદનાં નગરદેવી ભદ્રકાળી માતાજીની મૂર્તિ બનાવવામાં આવી છે. ઘીની મૂર્તિ શહેરીજનોમાં દર્શનીય બની રહી છે અને માઈભકતો માતાજીનાં દર્શન કરવા ઊમટી રહ્યા છે. 
શ્રી વારાહી માતા મિત્ર મંડળના ટ્રસ્ટી ભાર્ગવ શાહે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘કાળુપુર વિસ્તારમાં આવેલી ભંડેરી પોળમાં શ્રી વારાહી માતાજીનું મંદિર આવેલું છે જ્યાં છેલ્લાં ૩૪ વર્ષથી નવરાત્રિમાં વિવિધ સ્વરૂપે માતાજીની ઘીમાંથી મૂર્તિ બનાવીએ છીએ. આ વખતે નગરદેવી ભદ્રકાળી માતાજીની ૧૫૧ કિલો ઘીની મૂર્તિ બનાવી છે. મૂર્તિ બનાવવામાં ઑર્ગેનિક કલરનો ઉપયોગ કર્યો છે તેમ જ આભૂષણોથી મૂર્તિને સુશોભિત કરવામાં આવી છે. ઘીમાંથી મૂર્તિ બનાવી હોવાથી એને સાચવવા માટે રોજ આશરે ૬૦૦ કિલો બરફનો ઉપયોગ કરીએ છીએ. આ ઉપરાંત પંડાલમાં વાતાવરણ જણવાઈ રહે એ માટે થર્મોકૉલમાંથી સ્ટેજ બનાવ્યું છે. આ મૂર્તિ બનાવવા પાછળ ૩૬ કલાક જેટલો સમય લાગ્યો હતો. આણંદ પાસે આવેલા મોરગી ગામના ગોપાલ તડવીએ માતાજીની મૂર્તિ બનાવી છે. ઘીમાંથી બનેલી માતાજીની મૂર્તિનાં દર્શન સવારે ૯થી ૧૨ વાગ્યા સુધી અને સાંજે પાંચથી રાતે ૧૨ વાગ્યા સુધી દર્શનાર્થીઓ કરી શકે છે.’ 


Whatsapp-channel Whatsapp-channel

19 October, 2026 04:23 PM IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK