Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > નૂડલ્સ ખાધા પછી એક જ પરિવારના પાંચ જણનાં મોત

નૂડલ્સ ખાધા પછી એક જ પરિવારના પાંચ જણનાં મોત

Published : 19 October, 2026 04:27 PM | IST | New Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

હાલમાં આ વિસ્તારમાં અન્ય કોઈ ઘૂસણખોરો છુપાયા છે કે કેમ એ વિશે જાણવા માટે સઘન સર્ચ-ઑપરેશન ચલાવવામાં આવ્યું હતું.

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

પ્રતીકાત્મક ફાઇલ તસવીર


ઉત્તર પ્રદેશના ગ્રેટર નોએડાના એક ગામમાં એક જ પરિવારના પાંચ સભ્યોનાં શંકાસ્પદ સંજોગોમાં મૃત્યુ થયાં હતાં. જીવ ગુમાવનારા લોકોમાં ૩૭ વર્ષના પતિ, તેની ૩૫ વર્ષની પત્ની તથા ૧૧, ૭ અને ૩ વર્ષનાં બાળકોનો સમાવેશ થાય છે. ગઈ કાલે સવારે તેમના ઘરમાંથી પાંચેય મૃતદેહ મળી આવ્યા હતા. પ્રાથમિક માહિતી અનુસાર પરિવારે શુક્રવારે રાત્રે નૂડલ્સ ખાધા હોવાથી ફૂડ-પૉઇઝનિંગની આશંકા છે. જોકે મૃત્યુનું ચોક્કસ કારણ હજી સ્પષ્ટ નથી. 

કુપવાડાના કેરન સેક્ટરમાં ઘૂસણખોરીનો મોટો પ્રયાસ નિષ્ફળ, ભારતીય સેનાએ બે આતંકવાદીને ઠાર માર્યા

જમ્મુ અને કાશ્મીરના કુપવાડા જિલ્લાના કેરન સેક્ટરમાં શનિવારે વહેલી સવારે લાઇન ઑફ કન્ટ્રોલ (LoC) પર ઘૂસણખોરીનો પ્રયાસ નિષ્ફળ બનાવવામાં આવ્યો હતો. ભારતીય સેનાના જવાનોએ સતર્કતા દાખવીને બે આતંકવાદીઓને ઠાર માર્યા હતા. જુમાગુંડ વિસ્તારમાં વહેલી સવારે સાડાત્રણ વાગ્યાની આસપાસ જવાનોને સરહદ પર શંકાસ્પદ હિલચાલ જોવા મળી હતી. ત્યાર બાદ સેના દ્વારા પડકાર ફેંકવામાં આવતાં બ‍ન્ને તરફથી ભારે ગોળીબાર શરૂ થયો હતો. ગોળી વાગ્યા બાદ આતંકવાદીઓ પાકિસ્તાની સીમા તરફ ભાગી ગયા હતા જેથી તેમના મૃતદેહો નિયંત્રણરેખાની પેલે પાર પડ્યા છે. હાલમાં આ વિસ્તારમાં અન્ય કોઈ ઘૂસણખોરો છુપાયા છે કે કેમ એ વિશે જાણવા માટે સઘન સર્ચ-ઑપરેશન ચલાવવામાં આવ્યું હતું. 

દિલ્હીમાં દશેરા પર ૩૦ ફુટ ઊંચા ક્રૉક્રૉચના પૂતળાનું પણ દહન થશે

નવી દિલ્હીના પીતમપુરા વિસ્તારમાં આયોજિત રામલીલામાં આ વર્ષે રાવણ, કુંભકર્ણ અને મેઘનાદની સાથે ૩૦ ફુટ ઊંચા કૉક્રૉચના પૂતળાનું પણ દહન કરવામાં આવશે. શ્રી કેશવ રામલીલા સમિતિ દ્વારા આ અનોખી પહેલ કરવામાં આવી છે. સમિતિના અધ્યક્ષ અને BJPના વિધાનસભ્ય અશોક ગોયલે સ્પષ્ટતા કરી હતી કે આ નિર્ણય પાછળ કોઈ રાજકીય હેતુ નથી. તેમણે જણાવ્યું કે કૉક્રૉચ ગંદકીનું પ્રતીક છે અને આ પૂતળાદહન સ્વચ્છ ભારત અભિયાનનો એક ભાગ છે. આ કૉક્રૉચને રાવણની સેનાના એક અસુર તરીકે દર્શાવવામાં આવશે અને એ બૂરાઈ પર સારપની જીતનો મોટો સંદેશ આપશે. જોકે આ નિર્ણય એવા સમયે લેવામાં આવ્યો છે જ્યારે નવી દિલ્હીમાં કૉક્રૉચ જનતા પાર્ટી (CJP) દ્વારા ઉગ્ર પ્રદર્શનો ચાલી રહ્યાં છે. 


Whatsapp-channel Whatsapp-channel

19 October, 2026 04:27 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK