JEE (એડ્વાન્સ્ડ)માં મુંબઈનો ટૉપર બનેલો મુલુંડનો ધ્રુવિન દોશી ટાઇમ બચાવવા અંધેરીની ઇન્સ્ટિટ્યૂટની હૉસ્ટેલમાં શિફ્ટ થયો હતો: ડૉક્ટર કપલનો આ પુત્ર IIT બૉમ્બેથી કમ્પ્યુટર એન્જિનિયરિંગ કરવા માગે છે
ધ્રુવિન દોશી
રવિવારે જાહેર થયેલા જૉઇન્ટ એન્ટ્રન્સ એક્ઝામિનેશન-JEE (ઍડ્વાન્સ્ડ)નાં પરિણામમાં દેશભરમાં નવમા નંબરની સાથે મુંબઈમાં પ્રથમ આવનાર મુલુંડ-વેસ્ટના લોક એવરેસ્ટ કૉમ્પ્લેક્સમાં રહેતા ધ્રુવિન દોશીને IIT બૉમ્બેથી કમ્પ્યુટર એન્જિનિયરિંગ કરવું છે. તેને ૩૬૦માંથી ૩૨૯ માર્ક્સ મળ્યા છે.



