લોકલ ટ્રેનોને સાવચેતી અને મેઇન્ટેનન્સનાં પગલાંરૂપે અમુક ચોક્કસ જગ્યા પર ધીમી ગતિએ ચલાવવાનું સૂચન હોય છે.
પ્રતીકાત્મક તસવીર
વેસ્ટર્ન રેલવેની ટ્રેનો સમયસર દોડે એ માટે ચર્ચગેટથી વિરારના પટ્ટા પર ૧૪ જગ્યાએથી સ્પીડ-રિસ્ટ્રિક્શન્સ દૂર કરવામાં આવ્યાં છે. લોકલ ટ્રેનોને સાવચેતી અને મેઇન્ટેનન્સનાં પગલાંરૂપે અમુક ચોક્કસ જગ્યા પર ધીમી ગતિએ ચલાવવાનું સૂચન હોય છે. ચર્ચગેટ-વિરારની વચ્ચે આવી કુલ ૫૦ જગ્યાઓ છે, જેમાંથી ૧૪ જગ્યા પરથી ગતિનાં નિયંત્રણો દૂર અથવા હળવાં કરવામાં આવ્યાં છે.
૨૪ એપ્રિલથી ૨૫ જુલાઈ સુધીમાં આ કામ કરવામાં આવ્યું હતું. ૧૪માંથી બે જગ્યા માટુંગા રોડ અને માહિમ વચ્ચે છે, બે જગ્યા માહિમ અને બાંદરા વચ્ચે છે. સાંતાક્રુઝ નજીક એક જગ્યાએથી અને અંધેરી યાર્ડમાં એક જગ્યાએથી સ્પીડ-રિસ્ટ્રિક્શન્સ દૂર કરવામાં આવ્યાં છે. આ ઉપરાંત સાંતાક્રુઝ- બાંદરા, બાંદરા-માહિમ અને માહિમ-માટુંગા સ્ટેશનો વચ્ચે સબર્બન ટ્રૅક અવૉઇડિંગ અપ લાઇન પર એક-એક જગ્યાએથી તેમ જ જોગેશ્વરી-ગોરેગામ તથા સાંતાક્રુઝ-બાંદરા વચ્ચે એક-એક જગ્યા અને નાયગાંવ-નાલાસોપારા વચ્ચે ૩ જગ્યાએથી સ્પીડ-રિસ્ટ્રિક્શન્સ દૂર કરવામાં આવ્યાં છે.
ADVERTISEMENT
૧૪ જગ્યાએથી સ્પીડ-રિસ્ટ્રિક્શન્સ દૂર થતાં ચર્ચગેટ-વિરાર વચ્ચેના ટ્રાવેલ-ટાઇમમાં બે મિનિટનો ફરક પડશે. દરેક ટ્રેનમાં બે મિનિટનો સમય બચતાં આખા દિવસની તમામ ટ્રેનોના સંચાલનમાં મોટો ફરક પડી રહ્યો છે એમ રેલવેના અધિકારીએ જણાવ્યું હતું.


