હાર્બર લાઇનમાં સવારે ૭.૩૨ વાગ્યે બાંદરા જતી લોકલમાં મસ્જિદ અને સૅન્ડહર્સ્ટ રોડ સ્ટેશન વચ્ચે ઓવરહેડ વાયરમાં કશુંક ફસાઈ જવાને કારણે ટ્રેન ૧૮ મિનિટ ઊભી રહી હતી
હાર્બર લાઇનમાં ઓવરહેડ વાયરમાં કશુંક ફસાઈ જવાને કારણે ટ્રેનો અટવાઈ ગઈ હતી.
મંગળવારે સવારે વેસ્ટર્ન રેલવે અને હાર્બર લાઇનની ટ્રેનોનું ટાઇમટેબલ ખોરવાઈ ગયું હતું. પીક અવર્સમાં ટ્રેનો મોડી પડતાં મુસાફરોને ભારે હાલાકી ભોગવવી પડી હતી. વેસ્ટર્ન રેલવેમાં મેલ ટ્રેનમાં કોઈ મુસાફરે ચેઇન ખેંચતાં ટ્રેન ૩૦થી ૪૦ મિનિટ સુધી ઊભી રહી હતી, જેને કારણે લોકલ ટ્રેનોનું ટાઇમટેબલ પણ ખોરવાઈ ગયું હતું. ત્યાર બાદ ઍર-કન્ડિશન્ડ (AC) લોકલમાં પૅસેન્જરોની ભીડ વધતાં દરવાજા બંધ ન થવાને કારણે AC ટ્રેન પણ મોડી પડી હોવાનું વેસ્ટર્ન રેલવેના પબ્લિક રિલેશન્સ ઑફિસર સ્મિત રોસારિયોએ જણાવ્યું હતું.
હાર્બર લાઇનમાં સવારે ૭.૩૨ વાગ્યે બાંદરા જતી લોકલમાં મસ્જિદ અને સૅન્ડહર્સ્ટ રોડ સ્ટેશન વચ્ચે ઓવરહેડ વાયરમાં કશુંક ફસાઈ જવાને કારણે ટ્રેન ૧૮ મિનિટ ઊભી રહી હતી, જેને કારણે આ ટ્રૅક પરથી પસાર થતી પાછળની બધી જ ટ્રેનો મોડી પડી હતી.


