Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > વોટ આપો અને એક લીટર ઑઇલ પર ૫૦ રૂપિયાનું પેટ્રોલ ફ્રી મેળવો

વોટ આપો અને એક લીટર ઑઇલ પર ૫૦ રૂપિયાનું પેટ્રોલ ફ્રી મેળવો

29 April, 2024 07:28 AM IST | Pune
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

પેટ્રોલ ડીલર્સ અસોસિએશનની ‘વોટ કર પુણેકર’ ઝુંબેશ

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


લોકસભાની ચૂંટણીમાં વધુ ને વધુ લોકો મતદાન કરવા માટે ઘરોની બહાર નીકળે એ માટે પુણેના પેટ્રોલ ડીલર્સ અસોસિએશને વિવિધ સંસ્થાઓના સહયોગથી ‘વોટ કર પુણેકર’ ઝુંબેશ શરૂ કરી છે. એમાં મતદાન કર્યું હોવાની નિશાની બતાવનારને એક લીટર ઑઇલ ખરીદવા સામે ૫૦ રૂપિયાનું પેટ્રોલ ફ્રી આપવાની જાહેરાત કરવામાં આવી છે. આ સિવાય સખત ગરમીને લીધે સિનિયર સિટિઝનોને ઘરની બહાર નીકળવામાં મુશ્કેલી થાય છે એટલે તેમને મતદાન-કેન્દ્ર સુધી લાવવા-લઈ જવાની વ્યવસ્થા કરવામાં આવશે એટલું જ નહીં, અસોસિએશન વિવિધ સામાજિક સંસ્થાઓના સહયોગથી ઘરે-ઘરે જઈને મતદાન વિશે જનજાગૃતિનો કાર્યક્રમ પણ યોજશે. પુણે લોકસભા બેઠકમાં ૧૩ મેએ થનારા મતદાન થયા પછી આ ઝુંબેશ ૨૦ મે સુધી ચાલુ રાખવામાં આવશે. મતદાનના દિવસે ડ્યુટી પરની પોલીસ માટે પાણીની ૨૦ હજાર બૉટલનું વિતરણ કરવામાં આવશે.


Whatsapp-channel Whatsapp-channel

29 April, 2024 07:28 AM IST | Pune | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK