પાલઘર જિલ્લામાં ખાસ કરીને દહાણુ નજીકનાં ગામડાંઓમાં બાળકોને ઉપાડી જવા માટે કોઈ ગૅન્ગ સક્રિય છે એવી ફરિયાદને પગલે અમે સર્ચ ઑપરેશન હાથ ધર્યું હતું.
પ્રતીકાત્મક ફાઈલ તસવીર
થોડા સમય પહેલાં પાલઘરમાંથી છોકરાઓને ઉપાડી જતી બ્લૅક કારનો વિડિયો વાઇરલ થયો હતો જેને લીધે સ્થાનિક લોકોમાં દહેશત ફેલાઈ હતી અને પોલીસ પણ દોડતી થઈ ગઈ હતી. બાળકોને એકલાં ઘરેથી બહાર ન નીકળવાની સૂચના પણ પોલીસે આપી દીધી હતી. જોકે પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરતાં જણાવ્યું હતું કે ‘આ ગાડી વાપીના ચેતન પટેલની છે અને તેઓ છોકરા ઉપાડી જવા માટે નહીં પણ જરૂરિયાતમંદ બાળકોને સ્કૂલબૅગ, સ્લિપર અને છત્રી જેવી વસ્તુઓ આપવા માટે સપ્તશૃંગી માતાના મંદિર આસપાસના વિસ્તારમાં અવારનવાર આવે છે.’
પાલઘરના પોલીસ સુપરિન્ટેન્ડન્ટ (ગ્રામીણ) યાતીશ દેશમુખે ગુરુવારે જણાવ્યું હતું કે ‘પાલઘર જિલ્લામાં ખાસ કરીને દહાણુ નજીકનાં ગામડાંઓમાં બાળકોને ઉપાડી જવા માટે કોઈ ગૅન્ગ સક્રિય છે એવી ફરિયાદને પગલે અમે સર્ચ ઑપરેશન હાથ ધર્યું હતું. ૧૪ જુલાઈએ કાર જ્યાં દેખાઈ હતી એ સારણી અને નિકાવળી ગામમાં કાસા પોલીસ-સ્ટેશનની અને ક્રાઇમ બ્રાન્ચની ખાસ ટીમો ગોઠવવામાં આવી હતી. સર્ચ ઑપરેશનમાં જણાયું હતું કે આવી કોઈ ગૅન્ગ સક્રિય નથી અને જે ગાડી વિડિયોમાં દેખાઈ રહી છે એ બાળકોને ઉપાડી જવા માટે નહીં પણ તેમને મદદ કરવા માટે ફરતી હતી.’
ADVERTISEMENT
ચેતન પટેલ તેમની મમ્મીની યાદગીરીરૂપે જરૂરિયાતમંદોને અમુક વસ્તુઓ ભેટ આપીને તેમને મદદ કરે છે.
ફાઇટર જેટ પર મહાદેવ
કાંવડયાત્રા દરમ્યાન ગઈ કાલે હરિદ્વારમાં ઑપરેશન સિંદૂરનું અદ્ભુત નિરૂપણ જોવા મળ્યું હતું. આ કળાકૃતિમાં ફાઇટર જેટ પર ભગવાન શિવને દેખાડવામાં આવ્યા છે.

