મિત્રોએ તેમને ખેંચીને બહાર કાઢવાનો પ્રયત્ન કર્યો હતો જેમાં છેલ્લે અંદર ગયેલો યુવાન બચી શક્યો હતો, પણ સચિન અને હિમાંશુ નદીના પ્રવાહમાં તણાઈ ગયા હતા
હિમાંશુ વિશ્વકર્મા (ડાબે) અને સચિન યાદવ.
નાલાસોપારામાં રહેતા ૧૮ વર્ષના બે યુવાનો કાવડયાત્રામાં ભાગ લઈને તુંગારેશ્વર ગયા હતા, જ્યાં નદીમાં ડૂબી જવાથી તેમણે જીવ ગુમાવ્યો હતો. પોલીસના જણાવ્યા મુજબ નાલાસોપારામાંથી ૨૦૦ લોકો કાવડયાત્રામાં જોડાયા હતા. એમાં સચિન યાદવ અને હિમાંશુ વિશ્વકર્મા નામના બે યુવાનોએ પણ ભાગ લીધો હતો. તેઓ અન્ય ૪ મિત્રો સાથે તુંગારેશ્વર પહોંચ્યા હતા. ત્યાંથી પાછા ફરતી વખતે એક મિત્રનો પગ લપસ્યો હતો અને તેની સાથે બીજા બે મિત્રો પણ નદીમાં તણાયા હતા. પાછળ રહેલા મિત્રોએ તેમને ખેંચીને બહાર કાઢવાનો પ્રયત્ન કર્યો હતો જેમાં છેલ્લે અંદર ગયેલો યુવાન બચી શક્યો હતો, પણ સચિન અને હિમાંશુ નદીના પ્રવાહમાં તણાઈ ગયા હતા. બચાવ-કામગીરીમાં બન્ને યુવાનોના મૃતદેહ બહાર કાઢીને હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.


