Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > રસીલા દિવ્યકાંત મહેતા એવાં વકીલ જેમનો કાયદો રસોડામાં પણ ચાલ્યો

રસીલા દિવ્યકાંત મહેતા એવાં વકીલ જેમનો કાયદો રસોડામાં પણ ચાલ્યો

Published : 14 May, 2025 02:13 PM | Modified : 19 May, 2025 11:40 AM | IST | Mumbai
Bespoke Stories Studio | bespokestories@mid-day.com

રસીલાબહેનની રસોઈનું નવું નજરાણું છે, "રસીલાઝ ફ્યુઝન કિચન" તેમના નાવીન્યને પ્રદર્શિત કરે છે. હકરાત્કમક સમીક્ષા માટે તે મોકળું મન ધરાવે છે. તેમના પરંપરાગત મૂળને વૈશ્વિક સ્વાદ સાથે એક કરવાની તેમની આવડત તેમનું સર્વોત્તમ લક્ષણ છે.

"રસીલાઝ ફ્યુઝન કિચન" પુસ્તક અને રસીલા દિવ્યકાંત મહેતા


રોજબરોજનું જીવન જ્યાં દોડધામથી ભરેલું છે એવા શહેર મુંબઈમા રસીલા દિવ્યકાંત મહેતા રહે છે. 76 વર્ષનાં રસીલાબહેનનું વ્યક્તિત્વ એકદમ જીવંત છે. તેમની લાઈફ સ્ટોરી પણ સમૃદ્ધ છે પણ જેમ સ્વાદ પણ અનેક પ્રકારના હોય છે તે જ રીતે તેમની જિંદગીમાં પણ જાતભાતના સ્વાદથી ભરેલી વાતો છે, વાર્તાઓ છે.  આ વાતો પણ એટલી જ સ્વાદિષ્ટ છે જેટલી સ્વાદિષ્ટ તેમના હાથે બનેલી વાનગીઓ હોય છે. ગુજરાતના જૂનાગઢ પાસે તે એક સમયે માત્ર એક હેલ્પર તરીકે કામ કરતાં હતાં. એ શરૂઆતી વર્ષોથી તેમણે વકીલ તરીકે કારકીર્દી ઘડી અને આગળ જતાં પતિની ઑફિસનું સંચાલન કર્યું અને અત્યારે પણ તે એટલાં જ પ્રવૃત્ત છે. રસીલાબહેનની આ યાત્રા તેમની શીખવાની વૃત્તિ, ફ્લેક્સિબિલીટી એટલે કે નવા ઢાળમાં ઢળી જવાની પ્રકૃતિ, તેમના જુસ્સા અને તેમની રાંધણકળાના ચિરંજીવી પણાનો પુરાવો છે. 


રસીલાબહેનને પાકશાસ્ત્રમાં સાવ સાત વર્ષની કુમળી વયે હાથ અજમાવવાનું શરૂ કર્યું. ગુજરાતમાં ઉછરેલાં રસીલાબહેન પોતાનાં માંને કામમાં મદદ કરતા. શરૂઆત જ આ રીતે થઈ હતી અને રસોઈ ત્યારથી જિંદગી સાથે વણાઈ તે હજી આજ સુધી એ સંબંધ, એ કડી જળવાયેલી છે.  લગ્ન કરીને મુંબઈ ગયા પછી રસીલાબહેને ગૃહિણી તરીકેની તેમની જવાબદારીઓ તો સંભાળી જ પણ સાથે કાનૂની કાવા-દાવાની તેમની વ્યવસાયી જિંદગીમાં પણ ત્રાજવાંની માફક સંતુલન તોળ્યું. લગભગ ચાર દાયકા સુધી તે 18 કલાક સુધી કામ કરતાં, આ રીતે કામ કરવું અને એકથી વધુ જવાબદારીઓ સંભાળવી તેમના સમર્પણનો પુરાવો હતો.  આજે તો હવે તેમનાં સંતાનોનાં લગ્ન થઈ ગયાં છે અને તેઓ સામાજિક જવાબદારીઓમાંથી સારી પેઠે મુક્ત થયાં છે પણ છતાં ય 12 કલાક તો તે વ્યસ્ત રહે જ છે. તેમનું કામ જ એટલું ડિમાન્ડિગ છે કે એટલો વખત તેમણે આપવો પડે. ખાસ કરીને રસોઈ પ્રત્યેનો તેમને જુસ્સો ધુંઆધાર અને યથાવત્ છે. 



તેમને હંમેશા ટેકો આપનારાં તેમનાં સાસુ-સસરાથી પ્રેરણા મેળવીને રસીલાબેને 2018 માં તેમની પ્રથમ કુકબુકના પ્રકાશન સાથે એક નવા અધ્યાયની શરૂઆત કરી હતી. આ માત્ર કોઈ સામાન્ય વાનગીઓનો સંગ્રહ પણ આ ૨૫૦ થી વધુ વિશિષ્ટ રજવાડી વાનગીઓનો ખજાનો છે. આ વિશિષ્ટ વાનગીઓમાં બારીક રાજવી પ્રભાવો છે અને માટે જ તે ગુજરાતી રસોઈથી સાવ અલગ પડે છે. રસીલાબેન જણાવે છે, "હું આ પુસ્તક એવા લોકો માટે લખવા માગતી હતી જેમને રસોઈ કરવી ગમે છે, પરંતુ સામાન્ય ટિપ્સ અને યુક્તિઓનો તેમને કદાચ ખ્યાલ ન હોય." રસીલાબહેને સમજાવ્યું કે, તેમના આ પુસ્તકમાં નાની મોટી ઘણી જાણકારીઓ છે, તેમાં એક જૂના જમાનાના જમાનાના જ્ઞાનની હૂંફ છે. લોકોને આ પુસ્તક ખૂબ જ ગમ્યું છે. એક આયુર્વેદિક ડૉક્ટરે તો તેમને તેમના આગલા રસોઈકળાને લગતા સંશોધન પર કામ કરવાની સલાહ આપી હતી જેમાં આયુર્વેદિક વાનગીઓની દુનિયાથી લોકોને પરિચિત કરાવવામાં આવે. આ વિચાર રસીલાબહેનને ખૂબ જ ગમ્યો છે અને બની શકે કે તેઓ ભવિષ્યમાં આ દિશામાં નવું પુસ્તક રચે. તેમની પુત્રી હવે સિંગાપોરમાં સ્થાયી થઈ છે અને તેમની પુત્રવધૂ યુ.એસ.માં છે છતાં પણ જ્યારે તેમને બંન્નેને રસોઈને મામલે માત્રને માત્ર રસીલાબહેનની કૌશલ્ય પર જ ભરોસો છો અને ઘરનો સ્વાદ માણવો હોય તો તેઓ પણ આ પુસ્તક પર આધાર રાખે છે.  


તેમના પ્રકાશિત પુસ્તકો ઉપરાંત રસીલાબહેન તેમની રસોઈ પરની કુદરતી હથૌટી માટે પ્રખ્યાત છે. તેમનું ઘર  મિત્રો માટે સ્વર્ગ સમાન છે, ઘણી મોડી રાત્રે પણ, વારંવાર ચાના સબડકા મારવા આવતા રહે છે. તેમના લોકપ્રિય ઉકાળા પાછળનું રહસ્ય છે રસિલાબહેનને પોતાનાં દાદી તરફથી મળેલા ચાના મસાલાની રેસિપી. આ રેસિપી એક સદી જેટલી જુની છે, જાણે એક સાંસ્કૃતિક વારસો.  તઓ કહે છે "હું ઘરે જ મસાલો બનાવું છું, અને લોકો ચાનો એક એક ઘૂંટ માણવા માટે જ મારા ઘરે આવે છે." તેઓ આમ બોલે ત્યારે તેમની આંખોમાં ચમક આવી જાય છે.  આ કમાલ માત્ર ચાના મસાલા સુધી સિમિત નથી તેઓ તો ઘરે કોઈ જાદુની માફક બધાં જ મસાલા બનાવે છે. - ધાણા પાવડર, જીરા પાવડર, ગરમ મસાલા, મરચાંનો પાવડર - આ બધું જ કોઈ સ્વર્ગીય ચીજની માફક અફલાતુન અહીં જ બને છે. તેમનું રસોડું ચોકસાઈનો ચમત્કાર છે એમ કહેવામાં કોઈ અતિશયોક્તિ નથી. રસીલાબેન માટે સ્વાદિષ્ટ ભોજન રાંધવું એ માત્ર એક કામ નથી પણ પ્રેમ અને કૃતજ્ઞતા સાથે કરાતી એક હોંશે હોંશી થતી સેવા છે.

રસીલાબહેનની રસોઈનું નવું નજરાણું છે, "રસીલાનું ફ્યુઝન કિચન" તેમના નાવીન્યને પ્રદર્શિત કરે છે. હકરાત્કમક સમીક્ષા માટે તે મોકળું મન ધરાવે છે. તેમના પરંપરાગત મૂળને વૈશ્વિક સ્વાદ સાથે એક કરવાની તેમની આવડત તેમનું સર્વોત્તમ લક્ષણ છે. આ પુસ્તકમાં 60થી વધુ વાનગીઓ છે જે ફ્યુઝન વાગનીઓને અપાયેલો એક મજાનો ટ્વીસ્ટ પણ છે. તેમનાં પુસ્તકમાં ઇટાલિયન અને કોન્ટિનેન્ટલ ડિશીઝ પણ છે. 


રસીલા દિવ્યકાંત મહેતાનું જીવન એક એવી જીવંત કથા છે જેમાં જે સમર્પણ, હૂંફ અને તેમના પાક કળા દ્વારા અન્યને પોષવા માટેનો ઊંડો પ્રેમ રહેલો છે. એક સમયે નાનપણમાં તે માત્ર એક કિચન હેલ્પર હતા અને હવે આ વયે તે એક પ્રકાશિત લેખક છે. તેમની સફર પ્રેરણાદાયક છે અને એ વાતનો પુરાવો છે કે જુસ્સો હોય તો કોઈને ઉંમર નડતી નથી. સ્વાદ તો રસોડામાં સર્જીને તેનાથી આગળ લઇ જઇને જીવનમાં સૌની સાથે માણવા જેવી અને વહેંચવા જેવી બાબત છે.  

Whatsapp-channel Whatsapp-channel

19 May, 2025 11:40 AM IST | Mumbai | Bespoke Stories Studio

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK