Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > સાથે લાવેલા વિશ્વાસુ હેલ્પરે ૨૭ લાખ રૂપિયાનો ફટકો માર્યો સુરતના હોટેલિયરને

સાથે લાવેલા વિશ્વાસુ હેલ્પરે ૨૭ લાખ રૂપિયાનો ફટકો માર્યો સુરતના હોટેલિયરને

28 April, 2024 11:21 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ચંદ્રપ્રકાશ વ્યાસ ખરીદી કરવા ભિવંડી ગયા ત્યારે બોરીવલીના ફ્લૅટની તિજોરીમાં રાખેલા રૂપિયા લઈને ગાયબ થઈ ગયો તેમનો પોતાનો માણસ

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

પ્રતીકાત્મક ફાઇલ તસવીર


સુરતમાં રહેતા ૫૯ વર્ષના ચંદ્રપ્રકાશ વ્યાસ ૨૭ લાખ રૂપિયાની રોકડ લઈને નવી હોટેલ માટે સામાન ખરીદવા ૨૩ વર્ષના હેલ્પર અરુણ રાઉત સાથે બોરીવલીમાં યોગીનગરના ફ્લૅટ પર આવ્યા હતા. ૨૬ એપ્રિલ સવારે તેઓ ખરીદી માટે ભિવંડી ગયા હતા ત્યારે ઘરમાં રાખેલી ૨૭ લાખ રૂપિયાની રોકડ લઈને અરુણ પલાયન થઈ ગયો હતો. આ ઘટનાની ફરિયાદ MHB પોલીસ-સ્ટેશનમાં નોંધાવવામાં આવી છે.

અરુણને છેલ્લાં બે વર્ષથી દીકરાની જેમ રાખ્યો હતો અને અમે જ્યાં ફરવા જઈએ ત્યાં તેને પણ સાથે લઈ જતા હતા જેથી તે પણ મજા કરી શકે એમ જણાવતાં ચંદ્રપ્રકાશ વ્યાસે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘સુરતમાં નવી હોટેલ ચાલુ કરવા માટે લાગતો સામાન ભિવંડીથી ખરીદવો હતો. એ માટે હું પૈસા લઈને ૨૫ એપ્રિલે અરુણ સાથે મારા બોરીવલીમાં યોગીનગરના યોગી પૅરૅડાઇઝના ફ્લૅટ પર આવ્યો હતો. ૨૬ એપ્રિલે બપોરે સાડાબાર વાગ્યાની આસપાસ હું સામાન ખરીદવા માટે ભિવંડી ગયો હતો. એ સમયે અરુણ ઘરે એકલો હતો અને ૨૭ લાખ રૂ​પિયાની રોકડ ઘરના બેડરૂમના લૉકરમાં રાખી હતી. ભિવંડીમાં મારું કામ પત્યા બાદ મેં અરુણને ફોન કર્યો ત્યારે તેનો ફોન બંધ આવી રહ્યો હતો એટલે તાત્કા​લિક ભિવંડીથી નીકળીને હું ઘરે પાછો આવ્યો હતો. ત્યારે ઘરને તાળું મારેલું જોયું હતું. ઘર ખોલી અંદર જઈને બેડરૂમના લૉકરમાં મૂકેલા પૈસા સલામત છે કે નહીં એ જોવા ગયો ત્યારે લૉકરનો દરવાજો ખુલ્લો હતો અને એમાં રાખેલા ૨૭ લાખ રૂ​પિયા નહોતા. ત્યારે મને ખાતરી થઈ કે મારા ઘરે કામ કરતા અરુણે આ રકમની ચોરી કરી હતી. અંતે મેં તેની વિરુદ્ધમાં MHB પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.’



 આરોપી અરુણ વિશે અમને માહિતી મળી છે. તેણે પ્લાનિંગ કરીને ચોરીને અંજામ આપ્યો છે એવું અત્યાર સુધીની તપાસમાં જાણવા મળ્યું છે. અમારી ટીમ આરોપી સુધી જલદી પહોંચીને તેની પાસેથી રિકવરી કરવાની કો​શિશ કરી રહી છે. - MHB પોલીસ-સ્ટેશનના સિનિયર અધિકારી


Whatsapp-channel Whatsapp-channel

28 April, 2024 11:21 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK