Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > મુંબઈમાં સખત ગરમીને લીધે વીજળીની ડિમાન્ડનો રેકૉર્ડ તૂટ્યો

મુંબઈમાં સખત ગરમીને લીધે વીજળીની ડિમાન્ડનો રેકૉર્ડ તૂટ્યો

20 April, 2024 11:39 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ગયા વર્ષના ૨૦૮૨ સામે બુધવારે ૨૧૨૭ મેગાવૉટ વીજળી વપરાઈ

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

પ્રતીકાત્મક ફાઇલ તસવીર


મુંબઈમાં છેલ્લા ચારેક દિવસથી સખત ગરમી પડી રહી છે એને લીધે વીજળીની ડિમાન્ડનો પણ ૧૦ ટકાના વધારા સાથે ગયા વર્ષનો રેકૉર્ડ તૂટી ગયો છે. મુંબઈમાં પાવર સપ્લાય કરતી સૌથી મોટી અદાણી ઇલેક્ટ્રિસિટીના ૩૦ લાખથી વધુ ગ્રાહકોએ જ્યાં ગયા વર્ષે એક દિવસમાં મહત્તમ ૨૦૮૨ મેગાવૉટ વીજળીનો વપરાશ કર્યો હતો એની સામે આ વખતે બુધવારે ૨૧૨૭ મેગાવૉટ વીજળી વાપરવામાં આવી છે. અદાણી ઇલેક્ટ્રિસિટી ઉપરાંત મુંબઈમાં તાતા પાવર અને બૃહન્મુંબઈ ઇલેક્ટ્રિક સપ્લાય ઍન્ડ ટ્રાન્સપોર્ટ (BEST) કંપનીઓ દ્વારા પણ પાવર સપ્લાય કરવામાં આવે છે. BESTમાં ૧૦૦૪ અને તાતા પવાર કંપનીમાં ૯૧૦ મેગાવૉટ વીજળીના વપરાશ સાથે મુંબઈમાં કુલ ૪૦૪૧ મેગાવૉટ પાવરનો વપરાશ થયો હોવાનું જાણવા મળ્યું હતું. ગયા વર્ષે ૧થી ૧૫ એપ્રિલ દરમ્યાન મુંબઈમાં ૭૦.૬૬ અબજ યુનિટ વીજળીનો વપરાશ થયો છે જે ખૂબ જ વધારે હોવાનું જણાઈ આવ્યું છે.


Whatsapp-channel Whatsapp-channel

20 April, 2024 11:39 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK