અનુસંધાનમાં ઇલેક્ટ્રિસિટી ઍક્ટ હેઠળ ૧૨ વ્યક્તિ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. જોકે આ કેસમાં હજી કોઈની ધરપકડ થઈ નથી
પ્રતીકાત્મક તસવીર
ઉનાળો શરૂ જ થયો છે અને વીજચોરીના બનાવો વધવા માંડ્યા છે. આવા જ એક બનાવમાં થાણે પોલીસે ૧૨ લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધી છે. મહારાષ્ટ્ર સ્ટેટ ઇલેક્ટ્રિસિટી ડિસ્ટ્રિબ્યુશન કંપની લિમિટેડ (MSEDCL)ના અધિકારીઓએ ભિવંડીના કોણગાંવ વિસ્તારની મુલાકાત લીધી હતી જ્યાં પાવરસપ્લાયની લાઇન સાથે અનેક જગ્યાઓએ ચેડાં થયાં હોવાનું તેમના ધ્યાનમાં આવ્યું હતું તેમ જ ઘણા લોકો તો વીજળીના થાંભલામાંથી વાયરો લંબાવીને ઇલેક્ટ્રિક મીટર વગર જ વીજળીનો ઉપયોગ કરતા હતા. વધુ તપાસ કરતાં અધિકારીઓને માલૂમ પડ્યું હતું કે વર્ષ ૨૦૨૨ના ઑક્ટોબર મહિનાથી ડિસેમ્બર ૨૦૨૪ દરમ્યાન આ રીતે કુલ ૧૨.૨૧ લાખ રૂપિયાની વીજચોરી કરવામાં આવી હતી, જેના અનુસંધાનમાં ઇલેક્ટ્રિસિટી ઍક્ટ હેઠળ ૧૨ વ્યક્તિ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. જોકે આ કેસમાં હજી કોઈની ધરપકડ થઈ નથી, પરંતુ યોગ્ય કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું પોલીસ-અધિકારીએ જણાવ્યું હતું.

