ઘટનામાં મારી આશરે એક તોલાની ચેઇન અને પેન્ડન્ટની ચોરી થઈ હોવાની ફરિયાદ મેં પોલીસ-સ્ટેશનમાં નોંધાવી છે
પ્રતીકાત્મક ફાઈલ તસવીર
થાણેના કાપુરબાવડી નજીક રહેતા ૩૭ વર્ષના કેવલ લિમ્બાચિયાની શનિવારે રાતે બે અજાણ્યા ચોરો ચેઇન ખેંચીને નાસી ગયા હોવાની ફરિયાદ રવિવારે સવારે ચીતલસર પોલીસ-સ્ટેશનમાં નોંધાઈ હતી. કેવલભાઈ પત્ની સાથે થાણેના પવારનગર વિસ્તારમાં આવેલા સાઇકલટ્રૅક પર નાઇટ-વૉક કરી રહ્યા હતા એ સમયે પાછળથી બે લોકો ચેઇન છીનવી નાસી ગયા હોવાનો દાવો ફરિયાદમાં કરવામાં આવ્યો છે. આ અકસ્માતમાં કેવલભાઈના ગળામાં પણ ઈજા થઈ હતી.
મારા ગળામાં ચેઇન છીનવીને નાસી જનાર વ્યક્તિના નખ લાગ્યા હતા એમ જણાવતાં કેવલ લિમ્બાચિયાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘હું શનિવારે મારી પત્ની સાથે નાઇટ-વૉક કરી રહ્યો હતો એ સમયે બે લોકો મોટરસાઇકલ પર ધીરે-ધીરે મારી નજીક આવ્યા હતા. એ દરમ્યાન મોટરસાઇલ પર પાછળ બેસેલા એક યુવાને મારા ગળામાં હાથ નાખી મારી ચેઇન છીનવીને ભાગી ગયા હતા. આ ઘટનામાં મારી આશરે એક તોલાની ચેઇન અને પેન્ડન્ટની ચોરી થઈ હોવાની ફરિયાદ મેં પોલીસ-સ્ટેશનમાં નોંધાવી છે.’

