Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > થાણે કોસ્ટલ રોડના નિર્માણમાં MMRDAએ એલિવેટેડ વાયડક્ટનું ૫૦ ટકા કામ પૂરું કર્યું

થાણે કોસ્ટલ રોડના નિર્માણમાં MMRDAએ એલિવેટેડ વાયડક્ટનું ૫૦ ટકા કામ પૂરું કર્યું

Published : 14 February, 2026 12:35 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

થાણે કોસ્ટલ રોડ લેટેસ્ટ એન્જિનિયરિંગ ટેક્નૉલૉજી સાથે બનાવવામાં આવી રહ્યો છે

MMRDA દ્વારા બનાવવામાં આવી રહેલા થાણે કોસ્ટલ રોડને કારણે ઘોડબંદર રોડનો ટ્રાફિક ઓછો થવાની સંભાવના છે.

MMRDA દ્વારા બનાવવામાં આવી રહેલા થાણે કોસ્ટલ રોડને કારણે ઘોડબંદર રોડનો ટ્રાફિક ઓછો થવાની સંભાવના છે.


મુંબઈ મેટ્રોપૉલિટન રીજન ડેવલપમેન્ટ ઑથોરિટી (MMRDA) દ્વારા તૈયાર કરાઈ રહેલા થાણે કોસ્ટલ રોડ 1 પ્રોજેક્ટમાં ગતિ આવી છે. બાંધકામ શરૂ થયાના ૮ મહિનાની અંદર એલિવેટેડ વાયડક્ટ માટે ૫૦ ટકાથી વધુ ફાઉન્ડેશન કાર્ય પૂરું થઈ ગયું છે અને કૉરિડોર સાથે પિયર કૅપ બાંધકામ અને I-ગર્ડર બાંધકામ હવે ઝડપથી આગળ વધી રહ્યું છે. આ કોસ્ટલ રોડ ૧૩.૪૫ કિલોમીટર લાંબો અને છ લેનનો બનશે.

થાણે કોસ્ટલ રોડ લેટેસ્ટ એન્જિનિયરિંગ ટેક્નૉલૉજી સાથે બનાવવામાં આવી રહ્યો છે. એ દેશનો પ્રથમ ગ્રીનફીલ્ડ રોડ પ્રોજેક્ટ છે જેમાં જમીન પર સિંગલ પાયો ગાળી સાથે સિંગલ પિલર ઊભો કરવામાં આવશે. આ પદ્ધતિ ઝડપી બાંધકામ અને પર્યાવરણીય અસર ઘટાડવાનો હેતુ પાર પાડે છે.



આ કોસ્ટલ રોડ પ્રોજેક્ટથી સતત ટ્રાફિક ધરાવતા ઘોડબંદર રોડ પર ટ્રાફિકની ભીડ ઓછી થશે અને થાણે ક્રીક દરિયાકાંઠે મુંબઈ-નાશિક હાઇવે (NH-160) અને ગાયમુખ વચ્ચે કનેક્ટિવિટીમાં સુધારો થશે એવી આશા છે. આ કોસ્ટલ રોડનો મહત્ત્વપૂર્ણ ભાગ વાયડક્ટ અને બ્રિજ પર ચાલશે એટલે ત્યાં આવેલા પર્યાવરણીય રીતે સંવેદનશીલ મૅન્ગ્રોવ્ઝ વિસ્તારોને સુરક્ષિત રાખશે.


ગાયમુખ ખાતે આ રસ્તો પ્રસ્તાવિત ગાયમુખ-ફાઉન્ટન હોટેલ ટનલ સાથે સીધો જોડાશે, જે થાણે અને ભાઈંદર વચ્ચે સીમલેસ કનેક્ટિવિટી પ્રદાન કરશે એવી અપેક્ષા છે. MMRDA માને છે કે આ પ્રોજેક્ટની સંયુક્ત અસરથી ઘોડબંદર રોડ પર ટ્રાફિકમાં નોંધપાત્ર ઘટાડો થશે, થાણેમાં સિટી ટ્રાફિક સ્મૂધ થશે અને વાઢવણ બંદર, જવાહરલાલ નેહરુ બંદર (JNPT), દક્ષિણ મહારાષ્ટ્ર અને કર્ણાટક સહિતના મુખ્ય લૉજિસ્ટિક્સ હબ તરફ માલની અવરજવરમાં સુધારો થશે.

આ કોસ્ટલ રોડને થાણેના રિંગ મેટ્રો, થાણે કોસ્ટલ રોડ 2, સાકેત-અમાને એલિવેટેડ કૉરિડોર અને કાસારવડવલી-ખારબાવ રોડ જેવા અનેક આગામી ઇન્ફ્રાસ્ટ્રક્ચરના પ્રોજેક્ટ્સ સાથે જોડવાની પણ યોજના છે.


Whatsapp-channel Whatsapp-channel

14 February, 2026 12:35 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK