અહેવાલ મુજબ સ્વતંત્રતા દિવસ માટે શૂટ કરવામાં આવેલા આ વીડિયોમાં બે યુવતીઓ ચાલતી ટ્રેનના દરવાજા પર લટકીને રીલ બનાવટી જોવા મળી રહી છે. બન્નેએ ત્રિરંગાના રંગોવાળી સાડી પહેરેલી છે, જેથી આ વીડિયોએ લોકોનું વધુ ધ્યાન ખેંચ્યું છે.
વાયરલ વીડિયોમાંથી સ્ક્રીનશૉટ
મુંબઈના પશ્ચિમ રેલવે લોકલ ટ્રેનમાં ખતરનાક સ્ટંટ કરતી બે યુવતીઓનો એક વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે. અહેવાલ મુજબ સ્વતંત્રતા દિવસ માટે શૂટ કરવામાં આવેલા આ વીડિયોમાં બે યુવતીઓ ચાલતી ટ્રેનના દરવાજા પર લટકીને રીલ બનાવટી જોવા મળી રહી છે. બન્નેએ ત્રિરંગાના રંગોવાળી સાડી પહેરેલી છે, જેથી આ વીડિયોએ લોકોનું વધુ ધ્યાન ખેંચ્યું છે. વાયરલ થયેલા વીડિયોએ સોશિયલ મીડિયા પર ચર્ચા જગાવી છે. આ ઘટનાએ મુંબઈ લોકલ ટ્રેનોમાં મુસાફરોની સલામતી અને ચાલતી ટ્રેનોમાં આવા સ્ટંટના પ્રદર્શન અંગે પ્રશ્નો ઉભા કર્યા છે.
ચાલતી ટ્રેનના દરવાજા પર લટકી ખતરનાક સ્ટંટ
ADVERTISEMENT
વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે ચાલતી ટ્રેનના ખુલ્લા દરવાજા પર બે યુવતીઓ ઉભી છે. વીડિયો શૂટ દરમિયાન તેઓ દરવાજાની બહારની તરફ ઝૂકતી દેખાય છે, બૅકગ્રાઉન્ડમાં ‘આઈ લવ માય ઇન્ડિયા’ ગીત પણ વાગી રહ્યું છે. આ વીડિયો સ્વતંત્રતા દિવસ ૧૫ ઑગસ્ટ પહેલા બનાવવામાં આવ્યો હતો. જ્યારે મહિલાઓએ દેશભક્તિની થીમ સાથે વીડિયો બનાવ્યો હતો, ત્યારે તેને બનાવવા માટે કરવામાં આવેલા સ્ટંટની પ્રકૃતિએ ચિંતાઓ ઉભી કરી છે. આ વીડિયો અંગે વધુ માહિતી મળી શકી નથી. તેમ જ સ્ટંટ કરનાર યુવતીઓ સામે કોઈ પગલાં લેવામાં આવ્યા છે કે નહીં તે મામલે પણ કોઈ સત્તાવાર વિગતો જાહેર કરવામાં આવી નથી.
Mumbai - A video of women hanging from the open door of a moving Western Railway local train while lip-syncing to the patriotic song “I Love My India” has gone viral on social media ahead of Independence Day on August 15. In the clip, the women are seen standing at the doorway of… pic.twitter.com/Gf4ZfnTwKx
— NextMinute News (@nextminutenews7) August 14, 2026
ચાલતી ટ્રેનમાં આવી રીલ બનાવવી જોખમી બની શકી છે
ચાલતી ટ્રેનના દરવાજા પર ઉભી રહીને વીડિયો રેકોર્ડ કરવો અત્યંત જોખમી હોઈ શકે છે. બહારની તરફ ઝૂકવાથી કે ટ્રેનના ગેટ પર લટકવાથી ગંભીર અકસ્માત થઈ શકે છે અને આગાઉ અકસ્માત નોંધાયા પણ છે. રેલવે અધિકારીઓ અને સરકાર સતત મુસાફરોને ચાલુ ટ્રેનના દરવાજા પર કોઈપણ ખતરનાક સ્ટંટ ન કરવા વિનંતી કરે છે. મુસાફરોને ટ્રેનની અંદર સુરક્ષિત રીતે રહેવા અને રેલવે સલામતી નિયમોનું પાલન કરવાની સલાહ આપવામાં આવે છે. આમ છતાં, કેટલાક વ્યક્તિઓ સોશિયલ મીડિયા પર રીલ્સ બનાવતી વખતે આ નિયમોનો અનાદર કરે છે. મુંબઈ લોકલ ટ્રેનના આ વાયરલ વીડિયોએ ફરી એકવાર ચાલતી ટ્રેનોમાં સલામતી નિયમોના પાલનના મુદ્દાને ઉજાગર કર્યો છે.\
પગ ગુમાવી ચૂકેલા શ્વાનોએ પણ ઊજવ્યો સ્વતંત્રતાદિવસ
ઘાયલ થયેલા કે પછી પૅરૅલિસિસને કારણે પાછલા પગ ગુમાવી ચૂકેલા શ્વાનોએ પણ ગઈ કાલે સ્વતંત્રતાદિવસની દોડ લગાવી હતી. મોબિલિટી કાર્ટ બનાવતા એક ભાઈએ શ્વાનોના પાછલા પગે બે પૈડાંવાળી કાર્ટ બાંધીને તેમને મુક્ત પણે દોડતા હોય એવો વિડિયો બનાવ્યો હતો. તેમની કાર્ટ પર ભારતનો તિરંગો પણ હતો. શારીરિક રીતે અસહાય સ્થિતિમાં મુકાયેલા શ્વાનોને પણ બે પૈડાંની કાર્ટ દ્વારા આઝાદીનો અહેસાસ થાય છે એવો સંદેશો આપવાનો પ્રયત્ન હતો.
