સુશાંતની બહેન શ્વેતા કંગનાની પડખે
કંગના રણોત
બૃહન્મુંબઇ મ્યુનિસિપલ કોર્પોરેશન (બીએમસી)એ અભિનેત્રી કંગના રનોટની મુંબઇ ઓફિસનો ગેરકાયદે ભાગ ધ્વસ્ત કરવાનો પ્રયાસ કર્યો હતો. બીએમસીની કાર્યવાહીને વખોડતાં, સુશાંત સિંહ રાજપૂતની બહેન શ્વેતા સિંહ કીર્તિ કંગનાને ટેકો જાહેર કરતા વિવાદમાં નવો ઍન્ગલ ઉમેરાયો હતો.
શ્વેતાએ તેના ટ્વિટર હેન્ડલ પર પોસ્ટ કરી હતી, “આજે હું કંગનાની પડખે છું. કંગના પોતાના માટે એક સામ્રાજ્ય ઊભું કરવાની સાથે-સાથે ઘણી સ્ત્રીઓ માટે એવી આશા જન્માવી રહી છે કે, જો તે (કંગના) આ કરી શકે છે, તો તમે અને હું પણ તે કરી શકીએ છીએ!”
અગાઉ, અભિનેત્રી રેણુકા શહાણેએ પણ બીએમસીના કંગનાની ઓફિસ તોડી પાડવાના પગલાં અંગે નારાજગી વ્યક્ત કરી હતી. તેણે ટ્વીટ કરી હતી, “મુંબઇને પીઓકે સાથે સરખાવતી કંગનાની ટિપ્પણી મને પસંદ ન હોવા છતાં મને બીએમસીએ હાથ ધરેલી ડિમોલિશનની દ્વેષપૂર્ણ કાર્યવાહીથી આઘાત લાગ્યો છે, તમારે આટલા નિમ્ન સ્તરે જવાની જરૂર ન હતી. સીએમ, પ્લીઝ દરમિયાનગીરી કરો. આપણે મહામારી સામે ઝઝૂમી રહ્યાં છીએ. શું આપણે આવો બિનજરૂરી ડ્રામા કરવાની જરૂર છે?”