Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > મોબાઇલથી દૂધનું પેમેન્ટ કરવા ગયા એને પગલે ખબર પડી કે બૅન્કમાંથી જીવનભરની મૂડી ઊપડી ગઈ છે

મોબાઇલથી દૂધનું પેમેન્ટ કરવા ગયા એને પગલે ખબર પડી કે બૅન્કમાંથી જીવનભરની મૂડી ઊપડી ગઈ છે

Published : 08 May, 2026 12:06 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

મહાનગર ગૅસનું બિલ અપડેટ કરવાના નામે વધુ એક સાઇબર ફ્રૉડ : બાકી ૧૨ રૂપિયાના નામે ઘાટકોપરના ગુજરાતી સિનિયર સિટિઝન પાસેથી ૧૯,૭૪,૨૨૬ રૂપિયા પડાવી લેવામાં આવ્યા

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


મહાનગર ગૅસ લિમિટેડ (MGL)નું બાકી બિલ ન ભરવા બદલ કનેક્શન કાપી નાખવાની ધમકી આપીને ઘાટકોપર-ઈસ્ટના વલ્લભબાગ લેનમાં રહેતા ૭૨ વર્ષના ગુજરાતી નિવૃત્ત સિનિયર સિટિઝન પાસેથી સાઇબર ગઠિયાઓએ ૧૯,૭૪,૨૨૬ રૂપિયા પડાવી લીધા હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. આ મામલે ઈસ્ટર્ન સાઇબર સેલે મંગળવારે ઘટનાની ફરિયાદ નોંધીને વધુ તપાસ શરૂ કરી છે. આ ઘટનામાં ફરિયાદી અને તેના પરિવારનાં બૅન્ક સાથેનાં લિન્ક્ડ ખાતાં સાઇબર ગઠિયાઓએ સાફ કરી દેતાં ગુજરાતી સિનિયર સિટિઝન તકલીફમાં મુકાયા હોવાની માહિતી પોલીસે આપી છે.

શું હતો ઘટનાક્રમ?



ઘાટકોપરમાં રહેતા સિનિયર સિટિઝનના મોબાઇલ પર પહેલી મેએ વૉટ્સઍપ મેસેજ આવ્યો હતો. એમાં ધમકી આપવામાં આવી હતી કે જો ગૅસનું બિલ ભરવામાં નહીં આવે તો રાત્રે ૧૦ વાગ્યે કનેક્શન કાપી નાખવામાં આવશે.
 મેસેજમાં આપેલા નંબર પર સંપર્ક કરતાં શ્રીકાંત મિશ્રા નામના શખ્સે જણાવ્યું કે માત્ર ૧૨ રૂપિયાનું બિલ બાકી છે. પેમેન્ટ કરવા માટે ઠગ દ્વારા વૉટ્સઍપ પર એક લિન્ક મોકલવામાં 
આવી હતી.
 ફરિયાદીએ જ્યારે એ લિન્ક પર ક્લિક કરીને ડેબિટ કાર્ડથી પેમેન્ટ કરવાનો પ્રયાસ કર્યો ત્યારે પેમેન્ટ સફળ થયું નહોતું, પરંતુ એ લિન્ક દ્વારા ઠગોએ ફોનનો ઍક્સેસ મેળવી લીધો હતો. મોડી રાત્રે ફરિયાદી અને તેમના પરિવારના બે મેમ્બરોનાં લિન્ક્ડ ખાતાંમાંથી ૧૯,૭૪,૨૨૬ રૂપિયા ઉપાડી લેવામાં આવ્યા હતા.
 શનિવારે બપોરે ફરિયાદી પોતાના મોબાઇલથી દૂધ માટેનું પેમેન્ટ કરવા ગયા તો એ થયું નહોતું. અંતે બૅન્કમાં તપાસ કરતાં આ ઘટના પ્રકાશમાં આવી હતી. આ ઘટનામાં ફરિયાદીનાં બન્ને બૅન્ક-ખાતાંમાંથી તમામ રૂપિયા ઉપાડી લેવામાં આવતાં ફરિયાદી મુસીબતમાં મુકાઈ ગયા છે. પોલીસે દાવો કર્યો હતો કે ફરિયાદીની જીવનભરની મૂડી સાઇબર ગઠિયા ચાંઉ કરી ગયા છે.


Whatsapp-channel Whatsapp-channel

08 May, 2026 12:06 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK