બીજું, અમે ગણેશોત્સવમાં નથી ગુલાલ ઉડાડતા કે નથી ફટાકડા ફોડતા. પરંપરાગત નાશિક ઢોલ-તાશાની સાથે આગમન અને વિસર્જન યાત્રા પાર પાડવામાં આવે છે.
ગણપતિનું પાદ્યપૂજન પાર પાડવામાં આવ્યું. (તસવીર : વિનોદ ‘બન્ટી’ શાહ)
ચેમ્બુરમાં તિલકનગરના સહ્યાદ્રિ ક્રીડામંડળના ગણેશોત્સવમાં બિરાજનારા ગણપતિબાપ્પાની મૂર્તિનું પાદ્યપૂજન ગઈ કાલે પાર પડ્યું હતું. છેલ્લાં ૪૦ વર્ષથી બાપ્પાની પૂજા કરાવતા વાટવે ગુરુજીએ એ પૂજન કરાવ્યું હતું. મંડળના ખજાનચી જયા શેટ્ટીએ આ વિશે વધુ માહિતી આપતાં કહ્યું હતું કે ‘મંડળ દ્વારા ગણપતિની સ્થાપના કરવામાં આવે છે એનું આ ૪૯મું વર્ષ છે. દર વર્ષે ગણપતિની મૂર્તિ ૭.૫ ફુટની જ હોય છે જે અમર મહલ પાસે વર્કશૉપ ધરાવતા બાબા બાંદેકર બનાવે છે. તે તો હવે નથી રહ્યા, પણ તેમની દીકરીઓ એ કામકાજ સંભાળે છે. ડેકોરેશન વર્ષોથી અમારા અધ્યક્ષ રાહુલ વાળંજની કલ્પનાથી સાકાર કરવામાં આવે છે.
ADVERTISEMENT
આ વર્ષે માતા પાર્વતીને સ્વપ્નમાં આવેલા ગજરાજની કથા પર આધારિત થીમ.
મંદિર અને ગર્ભગૃહની ડિઝાઇન તેઓ કહે એ પ્રમાણે બનાવવામાં આવે છે. અમે ક્યારેય પણ કોઈ મંદિર કે વાસ્તુની કૉપી નથી કરતા. આ વખતના અમારા આર્ટ-ડિરેક્ટર રાહુલ પરબ એ તૈયાર કરી રહ્યા છે. આ વખતે ગજરાજની થીમ છે. માતા પાર્વતીને ગણેશજીના જન્મ પહેલાં ગજરાજ સ્વપ્નમાં આવ્યા હતા. એ અને તેમણે મહાદેવનો પરસેવો જ્યાં પડ્યો હતો ત્યાંની માટીમાંથી બાળકની મૂર્તિ બનાવી હતી એ કથાના આધારે આ ગજરાજ-થીમ તૈયાર કરવામાં આવી રહી છે. બીજું, અમે ગણેશોત્સવમાં નથી ગુલાલ ઉડાડતા કે નથી ફટાકડા ફોડતા. પરંપરાગત નાશિક ઢોલ-તાશાની સાથે આગમન અને વિસર્જન યાત્રા પાર પાડવામાં આવે છે.’

