થાણેમાં સિનિયર સિટિઝનને લૂંટનારા પકડાયા
પ્રતીકાત્મક તસવીર
થાણે વિસ્તારમાં કેબલ મૅકેનિક અથવા સેલ્સમૅનનો સ્વાંગ રચીને આવેલા બે ચોરોએ સિનિયર સિટિઝનને લૂંટ્યો હતો, જેની ગઈ કાલે પોલીસે ધરપકડ કરી હતી. નૌપાડા પોલીસ સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર અનિલ મંગલેએ જણાવ્યું કે પોલીસે ડોમ્બિવલીના ૩૧ વર્ષના ગણેશ ઉર્ફે સુબાન સંજય કરવડે અને ઘાટકોપરના ૨૩ વર્ષના સાઈનાથ પ્રકાશ ગાયકવાડની ધરપકડ કરી હતી.
પ્રાપ્ત માહિતી મુજબ બન્ને આરોપીએ કેબલ મૅકેનિક અથવા સેલ્સમૅનના રૂપમાં ફ્લૅટમાં પ્રવેશ મેળવ્યો હતો અને સિનિયર સિટિઝનને લૂંટ્યો હતો. પોલીસે આપેલી માહિતી પ્રમાણે આ બન્ને ચોરોએ અત્યાર સુધી આવી કુલ ૧૦ ચોરી કરી છે, જેમાંથી નૌપાડામાં છ, થાણે નગર અને અંબરનાથમાં એક-એક અને શિવાજી પાર્કમાં બે ચોરીનો સમાવેશ થાય છે.
ADVERTISEMENT
પોલીસે આરોપીઓ પાસેથી કુલ ૬.૩૦ લાખ રૂપિયાની મતા જપ્ત કરી હતી, જેમાં ૯૭.૫ ગ્રામ સોનું અને ત્રણ મોટરસાઇકલનો સમાવેશ થયો છે. પોલીસ આ સંદર્ભે વધુ તપાસ કરી રહી છે.