Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > માર્શલ આર્ટિસ્ટ વિદ્યુત જામવાલ મિરર-રાઇટિંગમાં છે માસ્ટર

માર્શલ આર્ટિસ્ટ વિદ્યુત જામવાલ મિરર-રાઇટિંગમાં છે માસ્ટર

06 May, 2024 06:25 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

મિરર-રાઇટિંગ એટલે ઊંધું લખાણ, જે અરીસામાં સીધું દેખાય અને સરળતાથી એને વાંચી શકાય.

વિદ્યુત જામવાલ

વિદ્યુત જામવાલ


વિદ્યુત જામવાલ તેના સ્ટન્ટ્સને કારણે ખૂબ ફેમસ છે. તે મિરર-રાઇટિંગમાં પણ નિપુણ છે એવું જાણવા મળ્યું છે. મિરર-રાઇટિંગ એટલે ઊંધું લખાણ, જે અરીસામાં સીધું દેખાય અને સરળતાથી એને વાંચી શકાય. વિદ્યુતે ત્રણ વર્ષની ઉંમરે કલારિપયટ્ટુની ટ્રેઇનિંગ લેવાનું શરૂ કર્યું હતું. પોતાની સ્કિલ વિશે વિદ્યુત કહે છે, ‘ઘણા લોકોને મારી રિવર્સ-રાઇટિંગની સ્કિલની માહિતી નથી. એક માર્શલ આર્ટિસ્ટ તરીકે તમારી કળાને વધુ નિખારવા માટે અલગ-અલગ આર્ટ ફૉર્મ્સ શીખવાં જરૂરી છે. ઉદાહરણ તરીકે સ્કેચિંગ, કૅલિગ્રાફી, રાઇટિંગ અને પેઇન્ટિંગ. એને કારણે હાથમાં નરમાશ આવે છે અને આંગળીઓમાં સ્થિતિસ્થાપકતા આવે છે. એથી એક માર્શલ આર્ટિસ્ટ તરીકે તમારી આ બધી સ્કિલમાં આવડત હોવી જોઈએ. તમારા ન્યુરોમસ્ક્યુલર કનેક્શનનો ઉપયોગ કરીને તમારા હાથને વધુ હળવા બનાવીને સરળતાથી આ બધી કળાઓ કરી શકો છો. એથી આ બધું શીખવું જોઈએ અને અલગ-અલગ કળામાં પોતાને નિપુણ બનાવવા જોઈએ.’


Whatsapp-channel Whatsapp-channel

06 May, 2024 06:25 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK