થાણે પોલીસે નવા વર્ષની પૂર્વ સંધ્યાએ એક ખાનગી સ્થળે ચાલી રહેલી રેવ પાર્ટી (rave party raid)નો પર્દાફાશ કર્યો છે, જેમાં ડ્રગ્સ અને દારૂનું ખુલ્લેઆમ સેવન થઈ રહ્યું હતું. આ દરમિયાન પોલીસે ઓછામાં ઓછા 100 યુવાનોની અટકાયત કરી હતી.
પાર્ટીની પ્રતીકાત્મક તસવીર
કી હાઇલાઇટ્સ
- થાણેમાં પોલીસે રેવ પાર્ટીની રંગમાં પાડ્યો ભંગ
- ખુલ્લેઆમ ડ્રગ્સ અને દારૂનું સેવન થઈ રહ્યું હતું
- પોલીસે 100 યુવાનોની કરી ધરપકડ
Rave Party Raid: થાણે પોલીસે નવા વર્ષની પૂર્વ સંધ્યાએ એક ખાનગી સ્થળે ચાલી રહેલી રેવ પાર્ટીનો પર્દાફાશ કર્યો છે, જેમાં ડ્રગ્સ અને દારૂનું ખુલ્લેઆમ સેવન થઈ રહ્યું હતું. આ દરમિયાન પોલીસે ઓછામાં ઓછા 100 યુવાનોની અટકાયત કરી હતી. સૂચનાના પગલે થાણે પોલીસની એક મોટી ટીમ રવિવારે વહેલી સવારે કાસરવડાવલી પોલીસ સ્ટેશન નજીક ઘોડબંદર રોડ પર પાર્ટી સ્થળ પર પહોંચી અને પરિસરમાં દરોડો પાડ્યો હતો.




