Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > દહીહંડીમાં જોવા મળેલી અશ્ળીલતા સામે આક્રોશ

દહીહંડીમાં જોવા મળેલી અશ્ળીલતા સામે આક્રોશ

Published : 07 September, 2026 07:15 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

મુંબઈ, થાણે, ડોમ્બિવલીમાં અનેક મોટાં આયોજનોમાં ડાન્સબારની જેમ નાચતી યુવતીઓ સામે લોકોએ સોશ્યલ મીડિયા પર ઉઠાવ્યા સવાલ

વાઇરલ વિડીયોમાંથી સ્ક્રીનશૉટ

વાઇરલ વિડીયોમાંથી સ્ક્રીનશૉટ


દહીહંડીની ઉજવણીમાં શનિવારે મુંબઈના મોટા ભાગના વિસ્તારોમાં અને ખાસ કરીને થાણે અને ડોમ્બિવલીમાં સ્ટેજ પર યુવતીઓ દ્વારા કરવામાં આવતાં ભદ્દાં અને બીભત્સ ડાન્સ-સ્ટેપ્સને લઈને લોકોમાં રોષ ફાટી નીકળ્યો છે અને એવા સવાલ થઈ રહ્યા છે કે શું આ છે મહારાષ્ટ્રની સંસ્કૃતિ? કેટલીક જગ્યાએ તો ડાન્સબારમાં પહેલાં જે રીતે યુવતીઓ નાચતી હતી એવી રીતે હજારોની મેદની સામે સ્ટેજ પર નાચતી જોવા મળી હતી. એ મેદનીમાં બાળકો પણ હતાં અને મહિલાઓ પણ હતી.

અનેક લોકોએ સોશ્યલ મીડિયા પર આ વલ્ગર ડાન્સ-પર્ફોર્મન્સને વખોડી નાખ્યો હતો અને જાહેર કાર્યક્રમોમાં મહિલાઓનું માન જાળવવું જોઈએ એવું સૂચન કર્યું હતું. પરંપરાની જાળવણી કરીને તહેવારોની ઉજવણી થાય એનો વાંધો નથી, પણ એ સાથે મહિલાઓનું સન્માન પણ સચવાવું જોઈએ એવી લાગણી લોકોએ વ્યક્ત કરી હતી. અમુક લોકોએ વળી ધાર્મિક અને સામાજિક કાર્યક્રમોમાં એન્ટરટેઇનમેન્ટ તરીકે રજૂ કરાતા મહિલાઓના અશ્ળીલ ડાન્સ માટે ઑર્ગેનાઇઝર્સનો ઊધડો લીધો હતો. 


Whatsapp-channel Whatsapp-channel

07 September, 2026 07:15 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK