મહારાષ્ટ્રના રાજકારણ અને અમલદારીના જગતમાંથી ખૂબ જ રસપ્રદ સોશ્યલ મીડિયા આંકડો સામે આવ્યો છે
તુકારામ મુંઢે
મહારાષ્ટ્રના રાજકારણ અને અમલદારીના જગતમાંથી ખૂબ જ રસપ્રદ સોશ્યલ મીડિયા આંકડો સામે આવ્યો છે. પોતાની ફરજ પ્રત્યેની નિષ્ઠા અને પ્રામાણિકતા માટે જાણીતા ૨૦૦૫ના બૅચના ઇન્ડિયન ઍડ્મિનિસ્ટ્રેટિવ સર્વિસ (IAS) ઑફિસર તુકારામ મુંઢે ઇન્સ્ટાગ્રામ પર લોકપ્રિયતાના તમામ રેકૉર્ડ તોડી રહ્યા છે. તેમણે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે જેવા મોટા ગજાના નેતાઓને પણ ફૉલોઅર્સ અને એન્ગેજમેન્ટ રેટમાં પાછળ ધકેલી દીધા છે.
ઇન્સ્ટાગ્રામ પર કોનો કેટલો દબદબો?
(ઑગસ્ટ ૨૦૨૬ના આંકડા)
IAS તુકારામ મુંઢે : ૩૪.૧૫ લાખ ફૉલોઅર્સ | ૨૦.૩૫ ટકા એન્ગેજમેન્ટ રેટ
દેવેન્દ્ર ફડણવીસ : ૨૯.૦૨ લાખ ફૉલોઅર્સ | ૦.૫૦ ટકા એન્ગેજમેન્ટ રેટ
એકનાથ શિંદે : ૧૩.૦૧ લાખ ફૉલોઅર્સ| ૦.૨૪ ટકા એન્ગેજમેન્ટ રેટ
તુકારામ મુંઢેએ ૬૦ દિવસમાં માત્ર ૧૩ પોસ્ટ્સ મૂકી હોવા છતાં તેમનો એન્ગેજમેન્ટ રેટ ૨૦ ટકાથી વધુ છે જે જાણીતા નેતાઓ કરતાં ક્યાંય વધારે છે.
