ક્લિક કરીને વાંચો… શું કહે છે તમારું અઠવાડિક રાશિ ભવિષ્ય
પ્રતીકાત્મક તસવીર
જો આ અઠવાડિયે તમારો જન્મદિવસ છે
જ્યારે પણ તમારે કોઈ મહત્ત્વપૂર્ણ નિર્ણયો અથવા પસંદગી લેવાની જરૂર હોય ત્યારે તમારી અંતઃ પ્રેરણાને સાંભળો. જો તમે કોઈ પરિસ્થિતિમાં અટવાયેલા અનુભવો ત્યારે ગણતરીપૂર્વકનાં જોખમો લેવા તૈયાર રહો. મિત્રતા અને સંબંધોને તમારા તરફથી થોડા વધારાના પ્રયત્નોની જરૂર પડી શકે છે. જૂની બીમારી ધરાવતા લોકોએ તેમના સ્વાસ્થ્યનું વધુ સારી રીતે ધ્યાન રાખવું જોઈએ અને જીવનશૈલીમાં ધરખમ ફેરફારો કરવા જોઈએ.
પૅરન્ટ તરીકે વર્ગો
આ રાશિના જાતકો સચેત અને સતર્ક માતા-પિતા હોય છે જેઓ સામાન્ય રીતે તેમનાં બાળકોના જીવનની બધી વિગતો જાણવા માગે છે. તેમના માટે બાળકોના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે, જેમાં સારી ટેવો પર ભાર મૂકવામાં આવે છે. આ રાશિના જાતકો માટે દિનચર્યા મહત્ત્વપૂર્ણ છે અને તેઓ ખાતરી કરશે કે તેમનાં બાળકોની દૈનિક દિનચર્યા સારી હોય.
ADVERTISEMENT
એરીઝ
૨૧ માર્ચથી ૨૦ એપ્રિલ
આવેગજન્ય પ્રતિક્રિયા પરિસ્થિતિ વધુ જટિલ બનાવી શકે છે અને બિનજરૂરી પડકારો ઊભા કરી શકે છે. કોઈ પણ નવું રોકાણ કરતાં પહેલાં તમારું સંશોધન કરો.
કરીઅર ટિપ : કોઈ પણ પ્રેઝન્ટેશન કરતી વખતે અથવા વાટાઘાટો હાથ ધરતી વખતે થોડો વધારાનો નવો પ્રયાસ કરો. વિદેશમાં નોકરી શોધી રહેલા લોકો માટે આ એક સકારાત્મક સમય છે.
ટૉરસ
૨૧ એપ્રિલથી ૨૦ મે
જો તમારી પાસે બહુવિધ વિકલ્પો હોય અને બધા સારા લાગે તો ખૂબ કાળજીપૂર્વક પસંદ કરો. મિત્રો સાથે મુલાકાત કરતી વખતે અથવા મુસાફરી કરતી વખતે વધુ પડતો ખર્ચ કરવાનું ટાળો.
કરીઅર ટિપ : કોઈ પણ મહત્ત્વપૂર્ણ નિર્ણય લેતાં પહેલાં તમને જરૂરી બધી માહિતી મેળવો. જે લોકો ઘરેથી કામ કરે છે તેમને તેમના સમયનું ખૂબ કાળજીપૂર્વક સંચાલન કરવાની જરૂર છે.
જેમિની
૨૧ મેથી ૨૧ જૂન
કોઈ પણ નવા વિચાર પર ભાવનાત્મક રીતે નહીં પણ વ્યાવહારિક રીતે વિચાર કરવો જરૂરી છે. આ સમય સિંગલ લોકો માટે અને સામાન્ય રીતે મિત્રતા માટે પણ સકારાત્મક છે.
કરીઅર ટિપ : દસ્તાવેજો અને કરાર ફરીથી તપાસો, કારણ કે એક નાની ભૂલ સમસ્યાઓ ઊભી કરી શકે છે. ઘર-આધારિત વ્યવસાય ધરાવતા લોકો માટે આ સમય સકારાત્મક છે.
કૅન્સર
૨૨ જૂનથી ૨૩ જુલાઈ
તમે ખરેખર શું ઇચ્છો છો એના પર ધ્યાન કેન્દ્રિત કરો. પરિણામો વિશે વિચાર્યા વિના ઉતાવળ કરવાથી મુશ્કેલીઓ ઊભી થઈ શકે છે. જો તમને જરૂર હોય તો મદદ માટે પૂછો.
કરીઅર ટિપ : કોઈ પણ ઑફિસ ગૉસિપ પર પ્રતિક્રિયા આપતાં પહેલાં કાળજીપૂર્વક વિચારો. તમારા બૉસ અથવા મૅનેજર પાસે હોય એવા કોઈ પણ પ્રશ્નનો શક્ય એટલી ઝડપથી જવાબ આપો.
લિયો
૨૪ જુલાઈથી ૨૩ ઑગસ્ટ
તમારા સમય અને શક્તિને ખરેખર મહત્ત્વપૂર્ણ બાબતો પર કેન્દ્રિત કરો અને તમારાં લક્ષ્યોને ધ્યાનમાં રાખો. એવા મિત્રો સાથે સમય વિતાવો જે ખરેખર તમને ટેકો આપે છે.
કરીઅર ટિપ : જો તમે મોટા પ્રોજેક્ટ પર કામ કરો છો તો સમય અને પૈસા કેવી રીતે બચાવી શકો એના પર ધ્યાન આપો. તમને મળેલા કોઈ પણ ડેટા અથવા માહિતીની ચકાસણી કરો.
વર્ગો
૨૪ ઑગસ્ટથી ૨૩ સપ્ટેમ્બર
કોઈ પણ અચાનક પરિસ્થિતિને સ્પષ્ટ અને વ્યવહારુ રીતે હૅન્ડલ કરો. વાહન ચલાવતી વખતે કે બાઇક ચલાવતી વખતે સાવચેત રહો, કારણ કે તમને અકસ્માત થવાની સંભાવના છે.
કરીઅર ટિપ : શક્ય હોય ત્યાં સુધી સહકર્મચારી સાથે ઘર્ષણમાં પડવાનું ટાળો. એક નાનો પ્રોજેક્ટ અથવા કોઈ આઇડિયામાં ભવિષ્યની સંભાવના છે.
લિબ્રા
૨૪ સપ્ટેમ્બરથી ૨૨ ઑક્ટોબર
જો તમે તમારા કમ્ફર્ટ ઝોનમાંથી બહાર નીકળવા તૈયાર હો તો કોઈ પણ પ્રતિબંધિત પરિસ્થિતિનો સામનો કરી શકાય છે. અતિશયોક્તિ કરવાને બદલે સંતુલન શોધો.
કરીઅર ટિપ : ગ્રાહકોની ઈ-મેઇલ અને મેસેજનો જવાબ આપતી વખતે ખૂબ કાળજી રાખો. જો તમે વાટાઘાટો અથવા કાનૂની મુદ્દા પર કામ કરી રહ્યા છો તો ટૅક્ટિકમાં ફેરફાર કરવો પડશે.
સ્કૉર્પિયો
૨૩ ઑક્ટોબરથી ૨૨ નવેમ્બર
ભૂતકાળની કોઈ પણ એવી સમસ્યાને છોડી દેવાનો પ્રયાસ કરો જેનો ખરેખર કોઈ ઉકેલ નથી. કોઈ પણ મહત્ત્વપૂર્ણ નાણાકીય નિર્ણય લેતાં પહેલાં તમારું રિસર્ચ કરો.
કરીઅર ટિપ : નાની વિગતો પર ધ્યાન કેન્દ્રિત કરવાનો અભિગમ તમને સમયસર પ્રોજેક્ટ પૂરો કરવામાં મદદ કરશે. તમારા ફાયદા માટે તમારા વ્યાવસાયિક નેટવર્કનો ઉપયોગ કરો.
સૅજિટેરિયસ
૨૩ નવેમ્બરથી ૨૨ ડિસેમ્બર
તમે અવગણવાનું પસંદ કરો તો પણ ઘરની કોઈ પરિસ્થિતિ પર તમારે ધ્યાન આપવાની જરૂર પડશે. તમારી જીવનશૈલી અને નાણાકીય ટેવોમાં નાના ફેરફારો કરવા માટે આ સારો સમય છે.
કરીઅર ટિપ : વાટાઘાટો અને કરાર પર હસ્તાક્ષર કરવા માટે આ એક સકારાત્મક સમય છે. કામ પર ભાવનાત્મક ગૂંચવણોમાં પડવાનું ટાળો.
કૅપ્રિકોર્ન
૨૩ ડિસેમ્બરથી ૨૦ જાન્યુઆરી
જીવનશૈલીમાં ફેરફાર કરવા અસ્વસ્થતાભર્યા હોઈ શકે છે, પરંતુ અંતે એ યોગ્ય છે. કોઈ પણ કાનૂની બાબતને લાંબા ગાળાના દૃષ્ટિકોણથી હૅન્ડલ કરો.
કરીઅર ટિપ : જે તમને નીચા પાડવાનો અથવા તમારા કામનું શ્રેય લેવાનો પ્રયાસ કરે છે એવા સહકર્મચારીથી સાવધ રહો. તે વ્યક્તિને તમારા પર સારો દેખાવ કરવાની તક ન આપો.
ઍક્વેરિયસ
૨૧ જાન્યુઆરીથી ૧૯ ફેબ્રુઆરી
તમારા જીવનને મુખ્ય રીતે અસર કરી શકે એવા કોઈ પણ નિર્ણય લેતાં પહેલાં કાળજીપૂર્વક વિચારો. સિંગલ્સ માટે આ સકારાત્મક સમય છે.
કરીઅર ટીપ : કોઈ પણ ગુપ્ત માહિતી તમારી પાસે રાખો અને ગૉસિપથી દૂર રહો. નોકરી બદલવા માગતા લોકો માટે આ સમય સકારાત્મક છે.
પાઇસિસ
૨૦ ફેબ્રુઆરીથી ૨૦ માર્ચ
મિત્રને શું કહો છો એના પર ધ્યાન આપો, કારણ કે તમને ગેરસમજ થઈ શકે છે. જેમનું બજેટ ઓછું છે તેમને બિનજરૂરી ખર્ચમાં વધુ ઘટાડો કરવાની જરૂર પડી શકે છે.
કરીઅર ટિપ : એક નાનો પ્રોજેક્ટ તમને મોટા પ્રોજેક્ટ તરફ દોરી શકે છે. આંતરરાષ્ટ્રીય પ્રોજેક્ટ્સ અને વિદેશમાં કામ કરવા માગતા લોકો માટે આ એક સકારાત્મક સમય છે.
