Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > જો વગર પરવાનગીએ સ્કૂલમાં જશો તો તૈયાર રહેજો કાર્યવાહી માટે

જો વગર પરવાનગીએ સ્કૂલમાં જશો તો તૈયાર રહેજો કાર્યવાહી માટે

Published : 06 September, 2026 10:32 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

મુંબઈના પોલીસ-કમિશનર દેવેન ભારતીની અભિજિત દીપકેને સ્પષ્ટ ચેતવણી

અભિજિત દીપકે

અભિજિત દીપકે


કૉક્રૉચ જનતા પાર્ટી (CJP)ના કન્વીનર અભિજિત દીપકે અને તેના સમર્થકો દ્વારા સ્કૂલોની બદતર હાલત દર્શાવી એમાં સુધારો અને શિક્ષણમાં સુધારો કરવા સ્કૂલોમાં જઈ રજૂઆત કરાઈ રહી છે અને સોશ્યલ મીડિયામાં અને ન્યુઝ-ચૅનલોમાં એ બાબતો દર્શાવાઈ રહી છે ત્યારે હવે મુંબઈના પોલીસ-કમિશનર દેવેન ભારતીએ આ બાબતે મક્કમ વલણ અપનાવીને કહ્યું છે કે જો વગર પરવાનગીએ સ્કૂલમાં જશો અને ફરિયાદ મળશે તો કાર્યવાહી કરીશું.

દેવેન ભારતીએ કહ્યું છે કે ‘CJPના સમર્થકો વિના પરવાનગીઅે સ્કૂલોમાં જશે તો અમે ગુનો દાખલ કરીશું. સ્કૂલ અને કૉલેજ એ સ્ટુડન્ટ્સ અને ટીચર્સની હોય છે. જો મૅનેજમેન્ટ તરફથી પરવાનગી ન મળતી હોય તો CJPના નામ હેઠળ આંદોલન કરવા જવું નહીં. આવી પરિસ્થિતિમાં સ્કૂલ કે કૉલેજ તરફથી ફરિયાદ મળશે તો અમે ગુનો દાખલ કરીશું.  


Whatsapp-channel Whatsapp-channel

06 September, 2026 10:32 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK