Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > જ્યાં થવાની છે `INDIA` ગઠબંધનની બેઠક, ત્યાં ઠાકરે જૂથે લહેરાવ્યા ભગવા, કહી આ વાત

જ્યાં થવાની છે `INDIA` ગઠબંધનની બેઠક, ત્યાં ઠાકરે જૂથે લહેરાવ્યા ભગવા, કહી આ વાત

31 August, 2023 01:27 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Opposition Meeting in Mumbai: મુંબઈમાં ઈન્ડિયા ગઠબંધનની બેઠક થવાની છે. આ પહેલા મુંબઈ ઍરપૉર્ટની બહાર ભગવા ઝંડા જોવા મળી રહ્યા છે.

ઉદ્ધવ ઠાકરે

ઉદ્ધવ ઠાકરે


Opposition Meeting in Mumbai: મુંબઈમાં ઈન્ડિયા ગઠબંધનની બેઠક થવાની છે. આ પહેલા મુંબઈ ઍરપૉર્ટની બહાર ભગવા ઝંડા જોવા મળી રહ્યા છે.

મહારાષ્ટ્રના મુંબઈમાં વિપક્ષી ગઠબંધન નેશનલ ડેવલપમેન્ટ ઈન્ક્લૂઝિવ અલાયન્સ (ઈન્ડિયા)ની બેઠક થવાની છે. આ પહેલા ઍરપૉર્ટ અને મીટિંગવાળી જગ્યાની બહાર ભગવા ઝંડા લગાડવામાં આવ્યા છે. આ ઝંડા ઉદ્ધવ ઠાકરે જૂથ તરફથી લગાડવામાં આવ્યા છે અને કહેવામાં આવ્યું કે હિંદુત્વ જ અમારી ઓળખ છે. ભારતીય કામગાર સેના (યૂબીટી)ના સચિવ સંતોષ કદમે સમાચાર એજન્સી એએનઆઈ સાથે વાત કરતા કહ્યું કે અમે મુંબઈ ઍરપૉર્ટ પર ભગવા ઝંડા લગાડ્યા છે. આ અમારી ઓળખ છે.



તેમણે કહ્યું કે, "હિંદુત્વ અમારી ઓળખ છે અને ભારતમાં રહેનારા બધા હિંદુ છે. બાકી બચેલા ગઠબંધનના સાથીદારો પણ આ વાતથી સહેમત થશે." તો તમામ વિપક્ષી નેતાઓના સ્વાગતવાળા પોસ્ટરોથી મુંબઈના રસ્તાઓ સજેલા છે. આ પોસ્ટર્સ પર બોલ્ડ અક્ષરોમાં જુડેગા ભારત, જીતેગા ભારત લખેલું છે. જે નેતાઓના પોસ્ટર્સ લગાડવામાં આવ્યા છે તેમાં પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી અને તૃણમૂલ કૉંગ્રેસનાં અધ્યક્ષા મમતા બેનર્જી, સીપીઆઈએમના મહાસચિવ સીતારામ યેચુરી અને નેશનલ કૉન્ફ્રેન્સ નેતા ઉમર અબ્દુલ્લા સામેલ છે.


મલ્લિકાર્જુન બની શકે છે ઈન્ડિયાના અધ્યક્ષ
તો, સમાચાર એજન્સી એએનઆઈએ સૂત્રોના હવાલે જણાવ્યું કે મલ્લિકાર્જુન ખડગેને ઈન્ડિયાના અધ્યક્ષ પદ માટે પ્રસ્તાવિત કરવાની શક્યતા છે. આની સાથે જ સંયોજક પદ માટે નીતીશ કુમાર અને મમતા બેનર્જી વચ્ચે કૉમ્પિટીશન છે. સૂત્રોએ કહ્યું, "સંયોજકોના પદ પણ પ્રસ્તાવિત કરવામાં આવ્યા છે તેના પર પણ ચર્ચા કરવામાં આવશે." કૉંગ્રેસે સંયોજક પદનો મુદ્દો સંપૂર્ણ રીતે સહયોગી દળોની સહેમતિ પર છોડી દીધો છે.

નવું થીમ સૉન્ગ પણ કરવામાં આવશે રજૂ
આની સાથે જ મહાગઠબંધનનું નવું થીમ સૉન્ગ પણ રિલીઝ કરવામાં આવશે. સૂત્રોએ કહ્યું, "ઈન્ડિયાના જૂના થીમ સૉન્ગને રદ કરી દેવામાં આવ્યો છે. હવે એક નવું થીમ સૉન્ગ બનાવવામાં આવશે અને આ અનેક ભાષાઓમાં હશે. સંવિધાનની પ્રસ્તાવનામાં લખેલું `હમ ભારત કે લોગ`નો ઉપયોગ કરવામાં આવશે."


મુંબઈના ફાઈવ સ્ટાર ગ્રાન્ડ હયાત હોટેલમાં થનારી આ બેઠકમાં 28 દળોના 63 નેતા ભાગ લઈ રહ્યા છે. બેઠકની મેજબાની શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે) પાર્ટી કરી રહી છે. પહેલા દિવસે એટલે કે આજે અનૌપચારિક બેઠક થશે. ઔપચારિક બેઠક એક સપ્ટેમ્બર શુક્રવારના રોજ થશે. ગુરુવારે 31 ઑગસ્ટના રોજ સાંજે 6 વાગ્યે મહાવિકાસ આઘાડી તરફથી મુંબઈ પહોંચેલા વિભિન્ન દળોના નેતાઓનું સ્વાગત કકવામાં આવશે. બેઠક પહેલા સાંજે સાડા પાંચ વાગ્યે `I.N.D.I.A.` ગઠબંધનના લોગોનું અનાવરણ કરવામાં આવશે.

Whatsapp-channel Whatsapp-channel

31 August, 2023 01:27 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK