ઍન્ટિ-કરપ્શન બ્યુરોએ ડિસેમ્બર ૨૦૧૩થી લઈને ઑક્ટોબર ૨૦૨૪ સુધીના તેના ફાઇનૅન્શિયલ રેકૉર્ડ તપાસ્યા હતા
પ્રતીકાત્મક તસવીર
નવી મુંબઈના પોલીસ-ઇન્સ્પેક્ટર પાસે આવક કરતાં ૨૯૭ ટકા વધુ સંપત્તિ મળી આવતાં ઍન્ટિ-કરપ્શન બ્યુરોએ તેની સામે ગુનો નોંધીને વધુ તપાસ ચાલુ કરી છે. ઍન્ટિ-કરપ્શન બ્યુરોએ ડિસેમ્બર ૨૦૧૩થી લઈને ઑક્ટોબર ૨૦૨૪ સુધીના તેના ફાઇનૅન્શિયલ રેકૉર્ડ તપાસ્યા હતા જેમાં તે ૩,૪૮,૪૦,૨૭૯ રૂપિયાની સંપત્તિ ધરાવતો હોવાનું જણાઈ આવ્યું હતું જે તેની આ સમયગાળાની કાયદેસરની આવક કરતાં ૨૯૭ ટકા વધુ હતી. સોમવારે ઍન્ટિ-કરપ્શન બ્યુરોએ તેની સામે આવક કરતાં વધુ સંપત્તિ ધરાવવાનો કેસ નોંધીને વધુ કાર્યવાહી શરૂ કરી હતી. આ ઇન્સ્પેક્ટર પહેલાં NRI સાગરી પોલીસ-સ્ટેશનમાં સિનિયર પોલીસ-ઇન્સ્પેક્ટર હતો. હાલ તે કઈ પોસ્ટિંગ પર છે એ ઍન્ટિ-કરપ્શન બ્યુરોએ ગુપ્ત રાખ્યું છે.


