Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > નાયગાંવ ફ્લાયઓવર પરની ઊંચાઈ મર્યાદાની લોખંડની કમાન ત્રીજી વાર તૂટી

નાયગાંવ ફ્લાયઓવર પરની ઊંચાઈ મર્યાદાની લોખંડની કમાન ત્રીજી વાર તૂટી

29 April, 2024 09:00 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

નાયગાંવ-વસઈના વિસ્તારને હાઇવે સાથે જોડતો આ ફ્લાયઓવર મુંબઈ મેટ્રોપૉલિટન રીજન ડેવલપમેન્ટ ઑથોરિટી (MMRDA) દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે.

લોખંડની કમાનની તસવીર

લોખંડની કમાનની તસવીર


નાયગાંવ ઈસ્ટ-વેસ્ટને જોડતા ફ્લાયઓવર પર ઊંચાઈ મર્યાદા માટે બેસાડેલી લોખંડની કમાન ફરી એક વાર વાહનની ટક્કરથી તૂટી ગઈ હતી. આ ઘટના રાતના સમયે બની હોવાથી કોઈ જાનહાનિ થઈ નહોતી. આ કમાન ત્રીજી વખત તૂટી છે. મુંબઈ-અમદાવાદ હાઇવે પર ટ્રાફિક-જૅમ થતો હોવાથી મોટા ભાગના લોકો ફરીને આ ફ્લાયઓવર પરથી હાઇવે સુધી પહોંચતા હોય છે જેથી હાઇવેનો ટ્રાફિક ટાળી શકાય. નાયગાંવ-વસઈના વિસ્તારને હાઇવે સાથે જોડતો આ ફ્લાયઓવર મુંબઈ મેટ્રોપૉલિટન રીજન ડેવલપમેન્ટ ઑથોરિટી (MMRDA) દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે. આ ફ્લાયઓવર પરથી દરરોજ મોટી સંખ્યામાં વાહનો પસાર થાય છે. આ ફ્લાયઓવર માત્ર હળવાં વાહનો માટે છે અને ભારે વાહનો પર પ્રતિબંધ છે. ભારે વાહનોને આ પુલ ઓળંગતાં અટકાવવા માટે પુલની પૂર્વ અને પશ્ચિમ બન્ને બાજુ લોખંડની ઊંચાઈ મર્યાદાની કમાનો લગાવવામાં આવી છે. એમ છતાં ભારે વાહનો અહીંથી પસાર થાય છે. આ વખતે પણ વાહનચાલક એને ટક્કર મારીને નાસી ગયો હતો. જોકે એનાથી અકસ્માતને આમંત્રણ અપાઈ રહ્યું છે.   પ્રીતિ ખુમાણ ઠાકુર


Whatsapp-channel Whatsapp-channel

29 April, 2024 09:00 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK